GSSSB Work Assistant Recruitment 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-3 માટેની 1663 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે જેના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. આ ભરતી માટેની લાયકાત, પગાર અને સિલેબસ જેવી તમામ માહિતી અહીં આપવામાં આવેલ છે.
GSSSB Work Assistant Recruitment 2026:
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળની વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ ની કુલ 1663 જેટલી ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓફીશીયલ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
જો તમે પણ ડિપ્લોમા સિવિલ કરેલું હોય અને ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માંગો છો, તો આ તમારા માટે ઉત્તમ તક છે. આ ભરતી વિષેની તમામ વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને ફોર્મ ભરવાની રીત નીચે વગેરે નીચેના લેખમાં જણાવવામાં આવેલ છે.
Highlights: GSSSB Work Assistant Recruitment 2026
| ભરતી બોર્ડ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| જાહેરાત ક્રમાંક | 461/202627 |
| પોસ્ટનું નામ | વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ (Work Assistant, Class-3) |
| કુલ જગ્યાઓ | 1663 જગ્યાઓ |
| અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન (OJAS વેબસાઈટ મારફત) |
Important Dates: GSSSB Work Assistant Recruitment 2026
| ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 15/10/2026 |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 29/10/2026 |
| પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ | 01/11/2026 |
Educational Qualification (શૈક્ષણિક લાયકાત)
વર્ક આસીસ્ટંટ માટે અરજી કરવા માટે નીચે મુજબની લાયકાત હોવી જરૂરી છે.
- ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી Diploma in Civil Engineering અથવા તેને સમકક્ષ લાયકાત મેળવેલી હોવી જોઈએ. સમકક્ષ લાયકાત બાબતની વધારે વિગતો મૂળ જાહેરાતની PDF મા આપેલ છે, જેની લિંક નીચે આપેલ છે.
ખાસ નોંધ: જે ઉમેદવારો પાસે Bachelors Degree in Civil Engineering (B.E./B.Tech) છે, તેઓ આ ભરતીમાં અરજી કરવા માટે પાત્ર નથી.
- ઉમેદવાર પાસે કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે.
- ગુજરાતી અથવા હિન્દી (અથવા બંને) ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
Salary Scale (પગાર ધોરણ)
- પસંદગી માટેના તમામ તબક્કા પુર્ણ થયા બાદ વર્ક આસીસ્ટંટની પોસ્ટ પર પસંદગી પામનાર ઉમેદવારોને પ્રથમ ૫ (પાંચ) વર્ષ માટે પ્રતિમાસ રૂ. 26,000/- ફિક્સ પગાર આપવામાં આવશે.
- પાંચ વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ થયા બાદ સાતમા પગાર પંચ મુજબ રૂ. 25,500/- થી રૂ. 81,100/- (લેવલ-4) ના નિયમિત પગારધોરણમાં સમાવેશ કરવામાં આવશે.
Age Limit (વય મર્યાદા)
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ (29/10/2026) ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- અનામત કેટેગરીના ઉમેદવારો (SC, ST, SEBC, EWS) અને મહિલા ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે. જે નીચે દર્શાવેલ છે.
Application Fee (પરીક્ષા ફી)
| બિન-અનામત (General) કેટેગરી | 500/- |
| અનામત કેટેગરી (મહિલાઓ, SC, ST, SEBC, EWS, દિવ્યાંગ) | 400/- |
નોંધ: પરીક્ષામાં હાજર રહેનાર તમામ ઉમેદવારોને આ ફી પરત (Refund) મળવાપાત્ર રહેશે.
Work Assistant Exam Pattern & Syllabus (પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ)
GSSSB ની અન્ય પરીક્ષાની જેમ આ પરીક્ષા પણ એક જ તબક્કામાં MCQ (CBRT/OMR) પદ્ધતિથી લેવામાં આવશે, જેના માટે કુલ એક જ પ્રશ્નપત્ર કુલ 210 ગુણનું મુખ્ય બે ભાગમાં હશે.
Part – A
| ક્રમ | વિષય | ગુણ |
| 1 | લોજિકલ રીઝનિંગ | 30 |
| 2 | ગણિત | 30 |
| 3 | ભારતનું બંધારણ, કરંટ અફેર્સ અને ગુજરાતી-અંગ્રેજી કોમ્પ્રિહેન્શન | 30 |
| Total | 90 |
Part – B
| ક્રમ | વિષય | ગુણ |
| 1 | ડિપ્લોમા સિવિલ એન્જીનીયરીંગ ટેકનિકલ વિષયોને લગતા પ્રશ્નો. | 120 |
- સમય: કુલ 3 કલાક (180 મિનિટ).
- નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ દીઠ 1/4 (0.25) માર્ક્સ કાપવામાં આવશે.
- પાસિંગ ગુણ: બંને ભાગમાં અલગ-અલગ ન્યૂનતમ 40% ગુણ લાવવા ફરજિયાત છે.
How to Apply Online: (ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું?)
- સૌથી પહેલા OJAS વેબસાઈટ પર જાઓ. જેના માટે અહીં ક્લિક કરો.
- ત્યારબાદ ઉપરના મેનુઓમાંથી “Online Application” મેનૂમાં જઈને “Apply” પર ક્લિક કરો અને બોર્ડમાં GSSSB સિલેક્ટ કરો.
- હવે ખુલેલા પેજમાંથી જાહેરાત ક્રમાંક: ૪૬૧/૨૦૨૬૨૭ (Work Assistant) સામે “Apply Now” પર ક્લિક કરો.
- ત્યારબાદ ખુલતા પેજમાં જો તમારી પાસે OTR (One Time Registration) નંબર હોય તો તેનાથી અથવા ‘SKIP’ બટન ઉપર ક્લિક કરી આગળ વધો.
- ત્યારબાદ ખુલતા ફોર્મમાં લાલ ફૂદડી (*) દર્શાવેલી હોય તે વિગતો ફરજીયાત અને કાળજી પૂર્વક ભરો.
- જરૂરી વિગતો અને બેંક એકાઉન્ટ ડિટેલ્સ (ફી રિફંડ માટે) બરાબર ચકાસીને કાળજીપૂર્વક ભરો.
- બધી વિગતો બરાબર ચેક કરીને ભર્યા બાદ છેલ્લે “Save” બટન ઉપર ક્લિક કરી જનરેટ થયેલો તમારો Application Number નોંધી રાખો.
- ત્યારબાદ ઉપરના મેનુઓમાંથી “Upload” મેનુમાં જઈ તમારો Application Number અને Date of Birth નાખી તમારો તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરો.
- ત્યારબાદ ફોર્મ Confirm કરો અને પ્રિન્ટ આઉટ સાચવી રાખો. જેમાં દર્શાવેલ કન્ફોર્મેશન નંબરની ભવિષ્યમાં જરૂર પડશે.
Important Links: (મહત્વની લિંક્સ)
- Work Assistant Recruitment 2026 Notification PDF: અહીં ક્લિક કરો
- Apply Online: અહીં ક્લિક કરો (OJAS)
- GSSSB Website: અહીં ક્લિક કરો
Other Important Link (અન્ય ઉપયોગી લિંક)
- અમારી Telegram ચેનલ જોઈન કરવા માટે: અહીં ક્લિક કરો
- અમારી Whatsapp ચેનલ જોઈન કરવા માટે: અહીં ક્લિક કરો
- Free Mock ટેસ્ટ આપવા માટે: અહીં ક્લિક કરો
FAQ
GSSSB Work Assistant Recruitment 2026 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર 2026 છે. જ્યારે ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 01 નવેમ્બર 2026 જાહેર કરવામાં આવેલ છે.
Work Assistant ની આ ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત શું છે?
GSSSB દ્વારા જાહેરાતમાં જણાવ્યા અનુસાર આ ભરતીમાં માત્ર ડીપ્લોમા સિવિલ થયેલા કે તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો જ ફોર્મ ભરી શકશે. જયારે સિવિલ એન્જીનીયરીંગમાં બેચલર ડીગ્રી (B.E. / B.Tech) ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માટે પાત્ર નથી.
વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-3 નું પગાર ધોરણ શું હોય છે?
આ પોસ્ટમાં પસંદગી પામનાર ઉમેદવારને પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ રૂ. 26,000/- ફિક્સ પગાર મળવાપાત્ર થશે. આ પંચ વર્ષની સંતોષકારક સેવા બાદ તેમને નિયમિત પગાર ધોરણમાં સમાવવામાં આવશે.
GSSSB વર્ક આસીસ્ટન્ટ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ કેટલું છે?
Work Assistant ની લેવાનાર પરીક્ષામાં દરેક ખોટા જવાબ દીઠ કુલ મેળવેલા ગુણમાંથી 1/4 (0.25) માર્ક્સ કાપવામાં આવશે.
Work Assistant ની આ પરીક્ષામાં લઘુતમ લાયકી ધોરણ કેટલું નક્કી કરવામાં આવેલ છે?
આ પરીક્ષામાં પાસ થવા માટે ઉમેદવારે પરીક્ષાના Part-A માં ઓછામાં ઓછા 40% અને Part-B માં પણ ઓછામાં ઓછા 40% ગુણ અલગ-અલગ મેળવવા ફરજિયાત છે. 40% કરતા ઓછા ગુણ મેળવનાર ઉમેદવાર પસંદગીને પાત્ર ગણાશે નહી.
Work Assistant Recruitment 2026 માટે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે બેંકની કઈ કઈ વિગતો આપવાની રહેશે?
ઉમેદવારે પરીક્ષા આપ્યા બાદ ફી રિફંડ મેળવવા માટે પોતાની બેંક પાસબુક મુજબનું નામ, બેંકનું નામ, IFSC કોડ અને એકાઉન્ટ નંબર આપવાનો રહેશે અને પાસબુકના પ્રથમ પાનાનો ફોટો અપલોડ કરવાનો રહેશે.
Fore More Query
જો આપને આ ભરતી સબંધિત કે અન્ય કોઈ ભરતી સબંધિત કોઈ સમસ્યા હોય તો આપ નીચે આપેક “Contact Us” બટન ઉપર ક્લિક કરી અમારો સંપર્ક કરી શકો છો. આ સિવાય આવી સરકારી ભરતી વિષયક અપડેટ મેળવવા માટે અમારી Telegram ચેનલ અને Whatsapp ચેનલ જોઈન કરી શકો છો, જેની લીંક પણ અહીં આપેલ છે.
Contact Us Telegram ચેનલ જોઈન કરવા માટે Whatsapp ચેનલ જોઈન કરવા માટે