GSSSB દ્વારા જાહેર કરવામાં આવેલ Work Assistant Recruitment 2026 ની તૈયારી કરતા ઉમેદવારો માટે Work Assistant પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલા વિગતવાર અભ્યાસક્રમ અને Exam Pattern ની માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે. Work Assistant ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો સ્કોર મેળવવા માટે ઉમેદવારોએ Part-Aના સામાન્ય વિષયો અને Part-Bના ટેક્નિકલ વિષયો બંનેને ભાર પૂર્વક તૈયાર કરવા જોઈએ.
GSSSB Work Assistant Exam Pattern મુજબ આ પરીક્ષાના બે મુખ્ય પાર્ટ છે. Part-A કુલ 90 ગુણનો છે, જ્યારે Part-Bમાં ટેક્નિકલ લાયકાતને સંબંધિત વિષયોના 120 ગુણના પ્રશ્નો દર્શાવવામાં આવ્યા છે. આ બંને પરતની કુલ એક સંયુક્ત પરીક્ષા લેવામાં આવશે. જેમાં બંને પાર્ટમાં નિયત કરવામાં આવેલ પાસીંગ માર્ક મેળવવા ફરજીયાત રહેશે
આ લેખમાં તમને GSSSB Work Assistant Syllabus 2026 અને Work Assistant Exam Pattern 2026 સાથે Negative Marking વિશેની સંપૂર્ણ માહિતી મળશે.
Table of Contents
GSSSB Work Assistant Syllabus & Exam Pattern 2026 – Overview
| વિગત | માહિતી |
| ભરતી બોર્ડ | Gujarat Subordinate Service Selection Board (GSSSB) |
| પોસ્ટનું નામ | Work Assistant |
| અભ્યાસક્રમ | Detailed Syllabus of Exam |
| પરીક્ષાના ભાગ | Part-A અને Part-B |
| કુલ ગુણભાર | 210 ગુણ |
| નેગેટિવ માર્કિંગ | ખોટા જવાબ માટે પ્રશ્નના ગુણભારના 1/4 ગુણ કપાશે |
GSSSB Work Assistant Exam Pattern 2026
GSSSB Work Assistant પરીક્ષા કુલ બે પાર્ટમાં વહેંચવામાં આવેલ છે. જેમાં Part-Aમાં સામાન્ય ક્ષમતા અને જ્ઞાન આધારિત વિષયોનો સમાવેશ થાય છે, જ્યારે Part-Bમાં લગત ટેક્નિકલ વિષયોની સમજ અને તેના ઉપયોગને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
| Part-A | ||
| ક્રમ | વિષય | ગુણ |
| 1. | Reasoning & Data Interpretation | 30 |
| 2. | Quantitative Aptitude | 30 |
| 3. | Constitution of India | 10 |
| 4. | Current Affairs | 10 |
| 5. | Comprehension (English&ગુજરાતી) | 10 |
| Total | 90 | |
| Part-B | ||
| 1. | Technical Qualification Related Subjects | 120 |
| Total | 120 | |
Part Wise Mark
| ક્રમ | Part | Marks |
| 1 | Part-A | 90 |
| 2 | Part-B | 120 |
| Total | 210 | |
GSSSB Work Assistant Negative Marking 2026
GSSSB દ્વારા જાહેર કરાયેલા Work Assistant Syllabus અને Exam Pattern મુજબ દરેક ખોટા જવાબ માટે Negative Marking જોગવાઈ દર્શાવવામાં આવી છે. જેમાં ઉમેદવાર સાચો જવાબ આપે તો તે પ્રશ્ન માટે લાગુ પડતા ગુણ મળશે. તેમજ ખોટા જવાબના કિસ્સામાં તે પ્રશ્નના ગુણભારના 1/4 (0.25) ગુણ ઉમેદવારના મેળવેલા ગુણમાંથી કાપવામાં આવશે.
સાથે વિશેષ જણાવેલ છે કે પ્રોવિઝનલ આન્સર કી પછી ફાઇનલ આન્સર કી જાહેર કરતી વખતે કોઈ પ્રશ્ન રદ કરવામાં આવશે તો તેવા કિસ્સામાં બાકીના પ્રશ્નોનો ગુણભાર Pro-Rata પદ્ધતિથી ગણતરી કરવામાં આવશે.
GSSSB Work Assistant Syllabus 2026
અહીં જે તે પાર્ટ માં કયા કયા વિષયો સમાવવામાં આવેલ છે તેના વિશે વિગતે અને ગુણભાર સાથે માહિતી આપેલ છે.
| Part-A | ||
| 1 | Reasoning & Data Interpretation – 30 પ્રશ્નો | 30 Marks |
| આ વિભાગમાં તાર્કિક વિચારશક્તિ, ગણિતીય વિશ્લેષણ અને આપેલી માહિતીનું અર્થઘટન કરવાની ક્ષમતાને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં નીચે મુજબના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. જેને વાંચવા કરતા નિયમિત પ્રેક્ટિસ કરવી યોગ્ય રહેશે. | ||
| Coding-Decoding Blood Relation Problem on Age and Height Direction Knowledge Clock and Calendar Venn Diagram Rank and Position Arithmetic Progression Logical Sequence of Words Insert the Missing Character Word, Numerical and General Analogy Picture Based General Logical Questions (Visual Reasoning) Probability Data Interpretation – Charts, Graphs અને Tables Data Sufficiency Symmetry Mathematical Operations Mathematical Modeling Proofs in Mathematics Logical and Mathematical Analytical Ability Statement and Prediction | ||
| 2 | Quantitative Aptitude – 30 પ્રશ્નો | 30 Marks |
| Quantitative Aptitude એટલે ગણિતીય ક્ષમતા. આ વિભાગમાં સંખ્યાઓ, ટકાવારી, નફો-ખોટ, વ્યાજ, સમય-કામ અને ભૂમિતિ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. જેના માટે નિયત સૂત્રો યાદ રાખવા કરતા ઝડપી જવાબ આવે તેવી શોર્ટ રીત શીખવા ઉપર ધ્યાન આપવું જોઈએ. | ||
| Number System LCM and HCF Percentage and Partnership Profit-Loss Simple and Compound Interest Ratio and Proportion Time and Work, Wages and Chain Rule Time, Speed and Distance Average, Mean, Mode and Median Brackets and Expansions Square and Square Roots, Cube and Cube Roots, Power and Exponents Polynomials and Factorisation Pair of Linear Equations in Two Variables and Quadratic Equations Area, Surface Area and Volume Coordinate Geometry and Trigonometry | ||
| 3 | Constitution of India – 10 પ્રશ્નો | 10 Marks |
| આ ભાગમાં ભારતના બંધારણ મુજબ રાજકીય વ્યવસ્થા, બંધારણીય જોગવાઈઓ અને લોકશાહી સંબંધિત મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં બંધારણના આમુખ, મૂળભૂત હકો, મૂળભૂત ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને કેન્દ્ર તથા રાજ્યની શાસનવ્યવસ્થાની સમજ જેવા મુદ્દાઓ ઉપર વિશેષ ભાર આપવો જોઈએ. | ||
| Concept of Political Science Preamble of the Constitution Fundamental Values of Democracy, Nationalism and Secularism, Right and Citizenship Indian Constitution: Framing and Characteristics Fundamental Rights Fundamental Duties Directive Principles of State Policy Legislature, Executive and Judiciary at Union and State Level Government at Local Level: Institutions of Local Self-Government Nature of Party System in India Elections in India Indian Democracy: Challenges and Response Development and Democracy | ||
| 4 | Current Affairs – 10 પ્રશ્નો | 10 Marks |
| આ વિભાગમાં રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વપૂર્ણ બનેલી સમકાલીન ઘટનાઓનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતની મહત્ત્વપૂર્ણ ઘટનાઓ, દેશના મુખ્ય બનાવો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહેલા વિષયોનું નિયમિત વાંચન કરવું. આ વિભાગ માટે તાજી માહિતીનું પુનરાવર્તન કરવું ઉપયોગી રહેશે. | ||
| 5 | Comprehension – 10 પ્રશ્નો | 10 Marks |
| આ વિભાગમાં ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનનો સમાવેશ કરવામાં આવેલ છે. જે મુજબ ફકરા આધારિત પ્રશ્નો અથવા Statement and Assertion પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. | ||
| Total | 90 Marks | |
| Part – B (120 Marks) | ||
| ટેક્નિકલ લાયકાત સાથે સંબંધિત વિષયો અને તેમના ઉપયોગને લગતા પ્રશ્નો | ||
| No. | Subject | Marks |
| 1. | Irrigation Engineering – 20 પ્રશ્નો | 20 |
| આ વિભાગમાં પાકની પાણીની જરૂરિયાત, સિંચાઈની પદ્ધતિઓ, Water Logging, Land Reclamation, Reservoir Planning, Dams, Spillway અને Irrigation Projects ના મૂલ્યાંકન જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. | ||
| 2. | Water Resource Management – 15 પ્રશ્નો | 15 |
| આ વિષયમાં Hydrology, Ground Water, Storage Works, Distribution Works, Canal, Canal Alignment, Canal Lining, Cross Drainage Works, Barrages, Weirs, Watershed Development અને Water Harvesting Structures જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. | ||
| 3. | Surveying and Advance Surveying – 10 પ્રશ્નો | 10 |
| આ વિભાગમાં Transit Theodolite, Digital Theodolite, Levelling Staff, Tacheometer, Total Station, Global Positioning System (GPS), Map Preparation, Photogrammetry, Remote Sensing અને વિવિધ બાંધકામ માટેના Survey Layout ને લગતા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ. | ||
| 4. | Soil Mechanics – 10 પ્રશ્નો | 10 |
| 5. | Concrete Technology – 10 પ્રશ્નો | 10 |
| 6. | Estimation, Costing and Valuation – 10 પ્રશ્નો | 10 |
| 7. | Hydrology and Advance Hydrology – 10 પ્રશ્નો | 10 |
| 8. | Hydraulics – 10 | 10 |
| 9. | Engineering Mechanics – 5 પ્રશ્નો | 5 |
| 10. | Structural Mechanics – 5 પ્રશ્નો | 5 |
| 11. | RCC Design – 5 પ્રશ્નો | 5 |
| 12. | Construction Material, Advanced Construction Technology અને Quality Control – 10 પ્રશ્નો | 10 |
| આ વિભાગમાં Construction Material, Advanced Construction Technology, Construction Quality Control અને Monitoringનો સમાવેશ કરવામાં આવેલ છે. | ||
| ઉપર જણાવેલા ટેક્નિકલ ક્ષેત્રોમાં પ્રવર્તમાન પ્રવાહો અને તાજેતરની પ્રગતિઓનો સમાવેશ થાય છે. | ||
Important note : Work Assistant Syllabus & Exam
- Part-A ણા પ્રશ્નો ગુજરાતી અને English ભાષામાં રહેશ, માત્ર ભાષાને લગતા પ્રશ્નો જે તે ભાષામાં રહેશે.
- Part-B ના પ્રશ્નો પણ ગુજરાતી અને English ભાષામાં રહેશે, જયારે અર્થઘટનનો પ્રશ્ન ઉદ્ભવે ત્યારે English ભાષા મુજબનું અર્થઘટન માન્ય રહેશે.
- આ પ્રશ્નપત્ર કુલ 210 પ્રશ્નોનું અને 210 માર્કસનું રહેશે, જેના માટે સ્કુલ 3 કલાક જેટલો સમય મળવા પાત્ર થશે.
- પરીક્ષા બાદ મેરીટમાં સ્થાન મેળવવા માટે બંને પાર્ટમાં ઓછામાં ઓછા 40% માર્ક્સ મેળવેલા હોવા ફરજીયાત છે.
GSSSB Work Assistant Syllabus PDF Download
GSSSB Work Assistant Exam Preparation Tips
Work Assistant પરીક્ષાની તૈયારી કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવા સલાહ આપવામાં આવે છે:
- વિષયવાર અભ્યાસ કરો: સમયસર પુરતો અભ્યાસ થઇ શકે તે મુજબ Part-A અને Part-B માટે અલગ અભ્યાસ આયોજન બનાવવું જોઈએ.
- ગુણભાર ધ્યાનમાં રાખો: Irrigation Engineeringમાં 20 ગુણ અને Water Resource Managementમાં 15 ગુણ હોવાથી આ વિષયો માટે પૂરતો સમય ફાળવો. જે વિષયનું માર્કિંગ ઓછું હોય તેના પાછળ માર્યાદિત સમય ફાળવવો જોઈએ.
- Reasoning અને ગણિતની પ્રેક્ટિસ કરો: આ વિષય માત્ર વાંચવાને બદલે પ્રેક્ટિસ કરવાનો છે, જેથી શક્ય તેટલી વધારે પ્રેક્ટિસ કરવી જોઈએ.
- ટેક્નિકલ વિષયોની પુનરાવર્તન કરો: ટેક્નિકલ અભ્યાસક્રમમાં દર્શાવેલા મુદ્દાઓને ધ્યાનમાં લઇ વિગતવાર વિશેષ અભ્યાસ અને તેનું પુનરાવર્તન કરવું જોઈએ..
- Current Affairs નિયમિત વાંચો: નિયમિત રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વની ઘટનાઓની નોંધ રાખવાનું શરુ કરવું જોઈએ. આ વિષય માત્ર વાંચવા કરતા સાથે લખવાથી અને ચર્ચા કરવાથી વધુ યાદ રહેશે.
- Comprehensionની પ્રેક્ટિસ કરો: ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના ફકરા આધારિત પ્રશ્નો ઉકેલવાની પ્રેક્ટિસ કરવી જોઈએ.
- Mock Test આપો: અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી વિષયવાર તથા સંપૂર્ણ પેપરની પ્રેક્ટિસ કરો. ખોટા જવાબોનું વિશ્લેષણ કરીને નબળા વિષયો સુધારો. મોક ટેસ્ટ માટે અમારી વેબસાઈટ ઉપર ફ્રી મોક ટેસ્ટ મુકવામાં આવે છે.
- સત્તાવાર સૂચનાઓ તપાસો: પરીક્ષાની તારીખ, સમય અને અન્ય નિયમો માટે GSSSBની વેબસાઇટ પર ઉપલબ્ધ નવીનતમ સૂચનાઓ વાંચો. આવી અપડેટ અમારી Telegram ચેનલ ઉપર પણ મુકવામાં આવે છે, જેની લીંક નીચે આપેલ છે.
Important Links
| GSSSB Website | Click Here |
| Detailed GSSSB Work Assistant Syllabus PDF | Click Here |
| Notification PDF | Click Here |
| Contact Us | Click Here |
| Join Telegram Channel | Click Here |
Frequently Asked Questions (FAQ)
GSSSB Work Assistant ની પરીક્ષા કુલ કેટલા ગુણની છે?
GSSSB Work Assistant ની પરીક્ષામાં Part-Aના 90 ગુણ અને Part-Bના 120 ગુણ દર્શાવવામાં આવ્યા છે. બંને ભાગનો કુલ ગુણભાર 210 ગુણ થાય છે.
GSSSB Work Assistant પરીક્ષામાં Negative Marking છે?
હા, દરેક ખોટા જવાબ માટે પ્રશ્નના ગુણભારના 1/4 ગુણ કપાશે.
GSSSB Work Assistant ની પરીક્ષામા પાસ થવા માટે કેટલા ગુણ મેળવવા ફરજીયાત છે?
આ પરીક્ષામાં પાસ થવા માટે બંને પાર્ટમાં કુલ માર્કસના 40% માર્ક્સ મેળવવા ફરજીયાત છે.
શું GPSSB અને GSSSB ના વર્ક આસિસ્ટન્ટ ની પરીક્ષાનો અભ્યાસક્રમ સરખો હશે?
ના, આ અભ્યાસક્રમ GSSSB દ્વારા લેવાતી વર્ક આસિસ્ટન્ટની પરિક્ષા માટેનો છે, GPSSB નો અભ્યાસક્રમ અને પરિક્ષા પદ્ધતિ અલગ હોઈ શકે છે.
For More Query
જો આપને આ ભરતી કે અન્ય કોઈ ભારતીના સંદર્ભમાં કે કોઈ સરકારી નોકરીની તૈયારી સબંધિત કોઈ પ્રશ્ન હોય તો આપ નીચે આપેલ “Contact Us” બટન ઉપર ક્લિક કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. આ સિવાય આવી ભરતી વિષયક અપડેટ સમયસર મેળવવા અમારી Telegram ચેનલ અને Whatsapp ચેનલ જોઈન કરી શકો છો જેની લીંક નીચે આપેલ છે.
Contact Us Telegram ચેનલ Whatsapp ચેનલ