GSSSB Sanitary Inspector (SI) Recruitment 2026 Notification: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની તબીબી, શિક્ષણ અને સંશોધન કચેરી માટે સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-૩ (Sanitary Inspector Class-3) ની ખાલી રહેલી કુલ 22 જેટલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે GSSSB SI Bharti 2026 પ્રસિદ્ધ કરવામાં આવી છે.
સેનેટરી ઈન્સ્પેક્ટર (Sanitary Inspector)
Sanitary Inspector (SI) એ મુખ્યત્વે જાહેર આરોગ્ય અને સ્વચ્છતા ક્ષેત્રે મહત્વપૂર્ણ ફરજ બજાવતા સરકારી કર્મચારી છે. જેને હોસ્પિટલો, સરકારી કચેરીઓ તેમજ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા જાળવણી, કચરા વ્યવસ્થાપન (Waste Management), રોગચાળા નિયંત્રણ (Epidemic Control), પીવાના પાણીની ગુણવત્તા તપાસ અને ખાદ્ય પદાર્થોની સ્વચ્છતાનું નિરીક્ષણ કરવાની મુખ્ય જવાબદારી સોંપવામાં આવે છે.
Highlight : GSSSB Sanitary Inspector Recruitment 2026
| વિગત (Details) | માહિતી (Information) |
| ભરતી કરનાર બોર્ડનું નામ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| કયા વિભાગ માટે ભરતી છે | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ |
| પોસ્ટનું નામ | સેનેટરી ઈન્સ્પેક્ટર (Sanitary Inspector) – Class-3 |
| જાહેરાત ક્રમાંક (Advt No.) | 455/202627 |
| કુલ જગ્યાઓ (Total Vacancies) | 22 જગ્યાઓ |
| અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન (Online Via OJAS) |
| અરજી પ્રક્રિયા શરુ થવાની તારીખ | 17th August 2026 |
| અરજી પ્રક્રિયા પુર્ણ થવાની તારીખ | 31st August 2026 |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 3rd September 2026 |
GSSSB SI Bharti 2026
જો તમે આ Sanitary Inspector ની નોકરી માટેની લાયકાત ધરાવતા હોય અને આ નોકરી મેળવવા માંગતા હોય તો આ લેખ તમને ઉપયોગી થશે. અહીં આ લેખમાં તમને GSSSB SI Bharti 2026 અંગેની જરૂરી હોય તેવી તમામ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત (Qualification), વયમર્યાદા (Age Limit), પગાર ધોરણ (Salary), પરીક્ષા પદ્ધતિ (Exam Pattern & Syllabus), અરજી ફી (Application Fees) અને કેવી રીતે ઓનલાઈન અરજી કરવી વગેરે જેવી માહિતી વિગતવાર જોવા મળશે.
કેટેગરી મુજબ જગ્યાઓની વિગત (Vacancy Details) : GSSSB SI Bharti 2026
GSSSB એ સેનેટરી ઇન્સ્પેકટર માટેની જાહેરાત ક્રમાંક 455/202627 મા દર્શાવેલ ભરવાની થતી કુલ 22 જગ્યાઓ માટે કેટેગરી વાઇઝ ફાળવણીની વિગતો નીચે મુજબ છે.
| કુલ જગ્યાઓ | General | EWS | SC | ST | SEBC | માજી સૈનિક |
| 22 | 10 | 02 | 01 | 03 | 06 | 02 |
| કુલ જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ | – | 03 | 00 | 00 | 01 | – |
-:: નોંધ ::-
સેનેટરી ઇન્સ્પેક્ટર માટે મંડળ દ્વારા દિવ્યાંગો માટે અલગથી ભરતીની જાહેરાત કરવાની જોગવાઈ થઇ ગયેલ હોઈ અહીં દિવ્યાંગો માટે અનામત જગ્યાની ફાળવણી કરવામાં આવેલ નથી.
Eligibility Criteria : GSSSB Sanitary Inspector Recruitment 2026
શૈક્ષણિક લાયકાત :
- 12th પાસ અથવા તેને સમકક્ષ લાયકાત
- સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછો 1 વર્ષનો Health Sanitary Inspector Diploma Course.
અથવા
ITI માંથી ઓછો 1 વર્ષનો Health Sanitary Inspector Certificate Course પાસ. - રાજ્ય સરકારનાં હાલના નિયમો મુજબ કમ્પ્યુટરની જાણકારી ધરાવતા હોવાનું સર્ટિફિકેટ અથવા ધોરણ 10 અથવા 12 માં કમ્પ્યુટર વિષય સાથે પાસ.
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન.
જે ઉમેદવાર ઉપર જણાવ્યા અનુસારની લાયકાત ધરાવતા હોય તે તમામ ઉમેદવાર આ GSSSB SI Bharti 2026 માં અરજી કરી શકે છે.
વયમર્યાદા (Age Limit) :
અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 31st August 2026 ના રોજ ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ ૩૩ વર્ષ થતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે.
આ સિવાય કેટેગરી મુજબ ઉંમરમા મળવા પાત્ર છૂટછાટની વિગતો નીચે મુજબ છે.
| કેટેગરી | મળવા પાત્ર છૂટછાટ |
| જનરલ મહિલા ઉમેદવાર | 5 વર્ષ (મહત્તમ-38વર્ષ) |
| અનામત વર્ગના પુરુષ ઉમેદવાર | 5 વર્ષ (મહત્તમ-38વર્ષ) |
| અનામત વર્ગની મહિલા ઉમેદવાર | 10 વર્ષ (મહત્તમ-43વર્ષ) |
| બિન અનામત દિવ્યાંગ-પુરુષ ઉમેદવાર | 10 વર્ષ (મહત્તમ-43વર્ષ) |
| બિન અનામત દિવ્યાંગ- મહિલા ઉમેદવાર | 15 વર્ષ (મહત્તમ-45વર્ષ) |
| અનામત દિવ્યાંગ-પુરુષ ઉમેદવાર | 15 વર્ષ (મહત્તમ-45વર્ષ) |
| અનામત દિવ્યાંગ- મહિલા ઉમેદવાર | 20 વર્ષ (મહત્તમ-45વર્ષ) |
| માજી સૈનિક (Ex. Army) | બજાવેલી ફરજનો સમય ઉપરાંત 3 વર્ષ |
-:: નોંધ ::-
અહીં દિવ્યાંગ ઉમેદવારો માટે છૂટછાટ દર્શાવેલી છે જે માત્ર ઉંમરની બાબતમાં જ માન્ય રહેશે, અન્ય કોઈ બાબતમાં મંડળ દ્વારા જોગવાઈ કરવામાં આવેલ નથી. જો ઉંમરની છૂટછાટ લીધેલ હોય તો મંડળ દ્વારા અનામત સબંધી દસ્તાવેજો ચેક કરવામાં આવશે.
પગાર ધોરણ : Sanitary Inspector (SI) Salary
પસંદગી મેળવનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ 26,000/- પગાર મળવા પાત્ર થશે, તેમજ પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ સાતમાં પગારપંચ મુજબ રૂપિયા 25500/- થી 81100/- (Pay Level-4) મુજબ નિશ્ચિત પગારધોરણ.
પરીક્ષા ફી ની વિગત (Examination Fees)
આGSSSB SI Bharti 2026 માં અરજી કરતા સમયે જ પરિક્ષ ફી પેટે નીચે જણાવ્યા અનુસાર લાગુ પડતા ફી ના ધોરણો મુજબ ઓનલાઈન માધ્યમથી ફી ભરવાની રહેશે.
| કેટેગરી | ભરવાની થતી ફી |
| જનરલ કેટેગરી | રૂ. 500/- |
| તમામ અનામત વર્ગ | રૂ. 400/- |
-:: નોંધ ::-
- ફી માત્ર ઓનલાઈન માધ્યમથી જ અને ઓજસ (OJAS) વેબસાઈટ પરથી જ ભરવાની રહેશે.
- ફી ભરવા માટેની છેલ્લી તારીખ 3rd September 2026 છે. ત્યાર બાદ ફી સ્વીકારવામાં આવશે નહિ.
- મંડળ દ્વારા ભરતીની જાહેરાતમાં જણાવ્યા અનુસાર પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને ફી પરત મળવા પાત્ર રહેશે.
પરીક્ષા પધ્ધતિ : GSSSB SI Exam Pattern
આ સેનેટરી ઇન્સ્પેકટરની ભરતીમાં પસંદગી પ્રક્રિયાના ભાગ રૂપે મંડળ દ્વારા જાહેરાતમાં જણાવ્યા અનુસાર માત્ર એક જ પરીક્ષા જે કુલ બે (Part-A અને Part-B) પાર્ટમાં MCQ પ્રકારની CBRT (Computer Based Response Test) અથવા OMR પદ્ધતિથી લેવામાં આવશે. જેની વધારે વિગતો નીચે આપેલ છે.
| Part – A (સામાન્ય વિષયો) | ||
| ક્રમ | વિષય (Subject) | માર્ક્સ |
| 1 | તાાર્કિક કસોટીઓ અને Data Interpretation | 30 Marks |
| 2 | ગાણિતિક કસોટીઓ | 30 Marks |
| 3 | ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો (Current Affairs), ગુજરાતી અને English Comprehension | 30 Marks |
| કુલ માર્ક્સ | 90 માર્ક્સ | |
| Part – B (Technical / Topic સંબંધિત) | ||
| ક્રમ | વિષય (Subject) | માર્ક્સ |
| 1 | સેનેટરી ઈન્સ્પેક્ટર કોર્સ સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો | 120 Marks |
| કુલ માર્ક્સ | 120 માર્ક્સ | |
નકારાત્મક ગુણ & લઘુતમ લાયકી ધોરણ (Negative Marking & Qualifying Marks) બાબતની જોગવાઈઓ
- Sanitary Inspector માટે લેવાનારી આ પરીક્ષા કુલ 210 માર્કસની રહેશે, જેમાં પાર્ટ-A 90 માર્કસનો અને પાર્ટ-B 120 માર્કસનો એમ મળીને કુલ 210 માર્કસનું અને 210 પ્રશ્નોનું પ્રશ્નપત્ર રહેશે.
- દરેક સાચા જવાબદીઠ એક માર્ક્સ મળવાપાત્ર રહેશે, અને દરેક ખોટા જવાબદીઠ ૦.25 માર્ક્સ કુલ મેળવેલા માર્કસમાંથી બાદ કરવામાં આવશે.
- પરીક્ષામાં બંને પાર્ટમાં ઓછામાં ઓછા 40% માર્ક્સ એટલે કે પાર્ટ-Aમાં 36 ગુણ અને પાર્ટ-B માં 48 ગુણ મેળવવા ફરજીયાત રહેશે.
How to Apply Online : GSSSB Sanitary Inspector Recruitment 2026
GSSSB Sanitary Inspector ભરતી માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના પગલા અનુસરીને આપ અરજી કરી શકાશે.
- સૌ પ્રથમ ઓનલાઈન પોર્ટલ ojas.gujarat.gov.in ખોલો.
- ત્યારબાદ હોમપેજ પર “Online Application” સેક્શનમાં “Apply” પર ક્લિક કરો.
- ત્યારબાદ ડ્રોપડાઉન મેનુમાંથી GSSSB પસંદ કરો.
- હવે જાહેરાત ક્રમાંક GSSSB/202627/455 (Sanitary Inspector, Class-3) સામે “Apply Now” પર ક્લિક કરો.
- ત્યારબાદ જો તમારી પાસે OTR નંબર હોય તો તે વિગતો ભરી અન્યથા SKIP ઉપર ક્લિક કરી આગળ વધો.
- ત્યારબાદ તમારી Personal Details, Educational Details અને અન્ય માંગેલી વિગતો ભરો અને ચકાસીલો.
- બધી વિગતો ચકાસીને “Save” કરો, જેનાથી Application Number જનરેટ થશે. જેને વ્યવસ્થિત નોંધી લો. આગળ ફોટા અપલોડ કરવા તથા અરજી કન્ફર્મ કરવા તેમજ ફી ભરવા માટે તેની જરૂર પડશે.
- ત્યારબાદ “Upload Photograph & Signature” સેક્શનમાં જઈ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો (White Background સાથેનો) અને સહી અપલોડ કરો.
- આટલું કર્યા બાદ “Confirm Application” પર ક્લિક કરી અરજી કન્ફર્મ કરો. (કન્ફર્મ થયા બાદ ફોર્મમાં સુધારો થઈ શકશે નહીં માટે વિગતો ચકાસીને જ અરજી કન્ફર્મ કરાવી).
- ત્યારબાદ મળેલ Confirmation Number સાચવી રાખો અને ઓનલાઈન ફી ની ચૂકવણી કરો.
- છેલ્લે અરજી પત્રકની પ્રિન્ટઆઉટ કાઢીને તમારી પાસે સાચવી રાખો.
Important Links : ઉપયોગી લિંક્સ
| Online Application Link (OJAS) | Click Here |
| GSSSB Official Website | Click Here |
| Notification PDF Download | Click Here |
| Syllabus Section | Click Here |
| Home | Click Here |
| Contact Us | Click Here |
| અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે | Click Here |
| અમારી Whatsapp ચેનલમાં જોડાવા માટે | Click Here |
FAQs
GSSSB સેનેટરી ઈન્સ્પેક્ટર માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
GSSSB સેનેટરી ઈન્સ્પેક્ટર ભરતી 2026 માટે અરજી કરવા માટેનો સમયગાળો 17th August 2026 થી શરુ કરી 31st August 2026 નિયત કરવામાં આવેલ છે.
GSSSB SI Bharti 2026 કુલ કેટલી જગ્યાઓ માટે બહાર પાડવામાં આવેલ છે ?
આ સેનેટેરી ઇન્સ્પેકટરની ભરતી GSSSB દ્વારા ખાલી પડેલી કુલ 22 જેટલી જગ્યાઓ માટે જાહેર કરવામાં આવેલ છે.
GSSSB સેનેટરી ઇન્સ્પેક્ટર માટે કઈ લાયકાત નક્કી કરવામાં આવેલ છે ?
આ ભરતીમાં 12th પાસ તેમજ સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેકટરનો ઓછામાં ઓછો 1 વર્ષનો ડીપ્લોમા અથવા ITI કોર્સ કર્યાનું પ્રમાણપત્ર તેમજ કમ્પ્યુટરની પાયાની જાણકારી અને ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ.
આ ભરતીમાં ભરેલી પરીક્ષા ફી પરત (Refundable) મળશે ?
હા, GSSSB એ જાહેરાતમાં જણાવ્યા અનુસાર નિયમો અનુસાર જે ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપસ્થિત (Present) રહેશે તેમને જેટલી ભરી હશે તેટલી ફી પરત મળવા પાત્ર થશે.
GSSSB Sanitary Inspector માટે લેવાનાર પરીક્ષામાં નેગેટીવ માર્કિંગ સીસ્ટમ છે ?
હા, આ Sanitary Inspector માટે લેવાનાર પરીક્ષામાં દરેક સાચા જવાબ દીઠ 1 માર્ક મળશે તેમજ દરેક ખોટા જવાબદીઠ 0.25 માર્ક કુલ મેળવેલ માર્ક્સમાંથી બાદ કરવામાં આવશે.
અન્ય કોઈ માર્ગદર્શન માટે (For More Query)
જો આપને GSSSB SI Bharti 2026 બાબતે કોઈ સમસ્યા હોય જેમ કે ફોર્મ કઈ રીતે ભરવું, કઈ રીતે ફી ભરવી કે અન્ય કોઈ સમસ્યા હોય તો આપ અમારો નીચે આપેલ “Contact Us” બટન ઉપર અથવા ઉપર જણાવેલ ટેલીગ્રામની લિંક પર ક્લિક કરી અમારો સંપર્ક કરી શકો છો.
Contact Us