ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાં ખાલી પડેલી Food Safety Officer, Class-3 ની કુલ 84 જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે.
GSSSB દ્વારા જાહેરાત ક્રમાંક 465/202627 થી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે OJAS વેબસાઇટ મારફતે 27 ઓક્ટોબર 2026 થી 10 નવેમ્બર 2026 સુધી ઓનલાઇન ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. GSSSB Food Safety Officer Recruitment 2026 માટે માન્ય શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી જેવી બાબતોની માહિતી નીચેના લેખમાં આપવામાં આવેલ છે.
GSSSB Food Safety Officer Recruitment 2026: Highlights
| વિગત | માહિતી |
| ભરતી બોર્ડ | GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) |
| વિભાગ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ |
| Post નું નામ | Food Safety Officer, Class-3 |
| જાહેરાત ક્રમાંક | 465/202627 |
| કુલ ભરવાની જગ્યાઓ | 84 |
| અરજીની તારીખ | 27 ઓક્ટોબર 2026 થી 10 નવેમ્બર 2026 |
| પરીક્ષા ફી | 500/- |
| અરજી પ્રક્રિયા | ઓનલાઈન (Ojas દ્વારા) |
GSSSB Food Safety Officer Recruitment 2026: Vacancy Details
GSSSB દ્વારા Food Safety Officer, Class-3 સંવર્ગમાં ખાલી પડેલી કુલ 84 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેટેગરી પ્રમાણે જગ્યાઓની વિગતો નીચે મુજબ છે.
GSSSB Food Safety Officer Eligibility Criteria 2026
શૈક્ષણિક લાયકાત:
Food Safety Officer Bharati 2026માં અરજી કરવા માટે ઉમેદવાર નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જરૂરી છે.
- માન્ય યુનિવર્સિટીમાંથી Chemistry વિષયમાં Master’s Degree (અનુસ્નાતક પદવી)
અથવા
- Food Technology, Dairy Technology, Biotechnology, Oil Technology, Agriculture Science, Veterinary Science, Bio-Chemistry, Microbiology અથવા Medicine પૈકી કોઈ એક Degree.
- ગુજરાત સરકારના નિયમો મુજબ કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન.
- ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન અથવા બંને ભાષાનું જ્ઞાન.
અન્ય માન્ય શૈક્ષણિક લાયકાતો
| Food Technology ની શાખાઓ | Agricultural Science ની શાખાઓ |
| Food Engineering Food Engineering and Technology Food Processing and Preservation Food Processing Technology Food Technology and Management Food Biotechnology Food Plant Operations Management Food Process Engineering and Management Food Processing Food Safety and Quality Management Process and Food Engineering | Agriculture Agriculture Engineering Biotechnology Dairy Technology Fisheries Food Technology Food Nutrition and Dietetic Horticulture |
નોંધ:–
ખાદ્ય પદાર્થોના ઉત્પાદન, આયાત અથવા વેચાણમાં નાણાકીય હિત ધરાવતી વ્યક્તિને Food Safety Officer તરીકે નિમણૂક આપવા અંગે જાહેરાતમાં પ્રતિબંધ દર્શાવવામાં આવ્યો છે.
Food Safety Officer Age Limit 2026: વયમર્યાદા
Food Safety Officer Bharati 2026માં અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 10 નવેમ્બર 2026ના રોજ ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 37 વર્ષ હોવી જોઈએ. આ સિવાય અનામત વર્ગના ઉમેદવારો માટે ઉંમર મર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ વિશે વધુ માહિતી નીચે મુજબ છે.
GSSSB Food Safety Officer Salary 2026: પગારધોરણ
GSSSB Food Safety Officer Recruitment 2026માં પસંદ થયેલા ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ₹40,800 ફિક્સ પગાર આપવામાં આવશે. ત્યારબાદ સંતોષકારક સેવા જણાયે નિયમિત નિમણૂક માટે પાત્ર ગણી સાતમા પગાર પંચ મુજબ પગારધોરણ ₹29,200થી ₹92,300 (લેવલ-5) લાગુ કરવામાં આવશે.
GSSSB Food Safety Officer Exam Pattern & Syllabus 2026: પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ
આ ભરતીના પસંદગી પ્રક્રિયા હેઠળ એક MCQ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. જે CBRT/OMR પદ્ધતિથી લેવામાં આવશે.
આ પરીક્ષા Part-A અને Part-B એમ બે ભાગ રહેશે.
| Part-A | ||
| ક્રમ | વિષય | ગુણ |
| 1. | તાર્કિક કસોટીઓ તથા Data Interpretation | 30 |
| 2. | ગાણિતિક કસોટીઓ | 30 |
| 3. | ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી ગધ્યાર્થગ્રહણ | 30 |
| Total | 90 | |
| Part-B | ||
| ક્રમ | વિષય | ગુણ |
| 1. | સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો | 120 |
પરીક્ષા માટે Part-A અને Part-B બંનેનો સંયુક્ત સમય 3 કલાક (180 મિનિટ) રહેશે.
આ સિવાય GSSSB Food Safety Officer Syllabus 2026 વિશે વિગતવાર માહિતી અમારી Website ના Syllabus સેક્શનમાં આપવામાં આવેલ છે.
નેગેટિવ / મીનીમમ માર્કિંગ
આ પરીક્ષામાં દરેક ખોટા જવાબ દીઠ પ્રશ્નને ફાળવેલા ગુણના ¼ (0.25) ગુણ કાપવામાં આવશે.
ઉમેદવારોએ પરીક્ષાની તૈયારી કરતી વખતે Part-Aના સામાન્ય વિષયો સાથે Part-Bના સંબંધિત વિષય પર પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ. Part-A અને Part-B બંનેમાં અલગ-અલગ ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા જરૂરી છે.
પરીક્ષામાં લઘુત્તમ ગુણ અને પસંદગી પ્રક્રિયા
GSSSB Food Safety Officerની પરીક્ષામાં Part-A અને Part-B માટે અલગ-અલગ લઘુત્તમ લાયકી ધોરણ રહેશે. બંને ભાગમાં ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા જરૂરી છે. ત્યારબાદ મેરિટના આધારે પ્રમાણપત્રોની ચકાસણી કરી પ્રતિક્ષા યાદી તથા પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.
GSSSB Food Safety Officer Recruitment 2026: Application Fee
| ઉમેદવારની કેટેગરી | પરીક્ષા ફી |
| બિનઅનામત વર્ગ | 500 રૂ |
| અનામત વર્ગ (તમામ મહિલા ઉમેદવાર, SEBC, SC, ST, EWS, દિવ્યાંગ અને Ex. Army) | 400 રૂ |
- પરીક્ષા ફી માત્ર ઓનલાઇન માધ્યમથી ભરવાની રહેશે.
- ફી રિફંડ અંગે: પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને ભરેલી પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે.
- ફી ભર્યા બાદ રસીદ સાચવી રાખવી જરૂરી છે.
- ફી ભરવાની છેલ્લી તારીખ 13 નવેમ્બર 2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી) છે.
GSSSB Food Safety Officer Online Apply 2026: ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
GSSSB Food Safety Officer Bharati 2026 માટે અરજી માત્ર OJASની સત્તાવાર વેબસાઇટ દ્વારા Online સ્વીકારવામાં આવશે. નીચે જણાવેલ પગલા અનુસરીને GSSSB Food Safety Officer Recruitment 2026 માટે અરજી કરી શકાશે.
- સૌથી પહેલા OJAS વેબસાઈટ પર જાઓ. જેના માટે અહીં ક્લિક કરો.
- ત્યારબાદ ઉપરના મેનુઓમાંથી “Online Application” મેનૂમાં જઈને “Apply” પર ક્લિક કરો અને બોર્ડમાં GSSSB સિલેક્ટ કરો.
- હવે ખુલેલા પેજમાંથી જાહેરાત ક્રમાંક: 465/202627 (Food Safety Officer) સામે “Apply Now” પર ક્લિક કરો.
- ત્યારબાદ ખુલતા પેજમાં જો તમારી પાસે OTR (One Time Registration) નંબર હોય તો તેનાથી અથવા ‘SKIP’ બટન ઉપર ક્લિક કરી આગળ વધો.
- ત્યારબાદ ખુલતા ફોર્મમાં લાલ ફૂદડી (*) દર્શાવેલી હોય તે વિગતો ફરજીયાત અને કાળજી પૂર્વક ભરો.
- જરૂરી વિગતો અને બેંક એકાઉન્ટ ડિટેલ્સ (ફી રિફંડ માટે) બરાબર ચકાસીને કાળજીપૂર્વક ભરો.
- બધી વિગતો બરાબર ચેક કરીને ભર્યા બાદ છેલ્લે “Save” બટન ઉપર ક્લિક કરી જનરેટ થયેલો તમારો Application Number નોંધી રાખો.
- ત્યારબાદ ઉપરના મેનુઓમાંથી “Upload” મેનુમાં જઈ તમારો Application Number અને Date of Birth નાખી તમારો ફોટો અને સહી અપલોડ કરો.
ત્યારબાદ ફોર્મ Confirm કરો અને પ્રિન્ટ આઉટ સાચવી રાખો. જેમાં દર્શાવેલ કન્ફોર્મેશન નંબરની ભવિષ્યમાં જરૂર પડશે.
અરજી કરતી વખતે તૈયાર રાખવાનાં દસ્તાવેજો:
- શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો અને માર્કશીટ.
- કેટેગરી મુજબ લાગુ પડતું જાતિ પ્રમાણપત્ર.
- SEBC ઉમેદવારો માટે લાગુ પડતું Non-Creamy Layer પ્રમાણપત્ર.
- EWS ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલું માન્ય પ્રમાણપત્ર.
- તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી.
- બેંક પાસબુકના પ્રથમ પાનાની જરૂરી ઇમેજ.
- દિવ્યાંગ, માજી સૈનિક અથવા અન્ય વિશેષ કેટેગરી માટે લાગુ પડતા પ્રમાણપત્રો.
આ યાદી માર્ગદર્શન માટે છે.
GSSSB Food Safety Officer Recruitment 2026: Important Dates (મહત્વની તારીખો)
| અરજી શરુ થવાની તારીખ | 27 ઓક્ટોબર 2026 |
| અરજીની છેલ્લી તારીખ | 10 નવેમ્બર 2026 |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 13 નવેમ્બર 2026 |
GSSSB Food Safety Officer Recruitment 2026: Important Links (મહત્વની લિંક્સ)
| ઓનલાઈન અરજી માટે | Click Here |
| GSSSB Website | Click Here |
| Detailed Advertisement PDF | Click Here |
| Syllabus Section | Click Here |
FAQs
GSSSB Food Safety Officer Recruitment 2026માં કુલ કેટલી જગ્યાઓ છે?
આ ભરતી Food Safety Officer માટે કુલ 84 જગ્યાઓ ભરવા માટે બહાર પાડવામાં આવી છે.
Food Safety Officer ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
ઓનલાઇન અરજી કરવાની તારીખ 27 ઓક્ટોબર 2026 થી 10 નવેમ્બર 2026, રાત્રે 11:59 વાગ્યા સુધીની છે.
Food Safety Officer માટે શૈક્ષણિક લાયકાત શું છે?
Food Safety Officer ની ભરતી માટે Chemistryમાં Master’s Degree અથવા સંબંધિત વિષયોમાં માન્ય Degree જે અમારી વેબસાઈટ ઉપર દર્શાવેલ લાયકાત માન્ય ગણવામાં આવેલ છે. એ સિવાય કમ્પ્યુટર જ્ઞાન અને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન પણ જરૂરી છે.
Food Safety Officer નો પગાર કેટલો હોય છે?
Food Safety Officer માટે શરૂઆતનાં પાંચ વર્ષ માટે માસિક ₹40,800 નો ફિક્સ પગાર આપવામાં આવશે. ત્યારબાદ નિયમિત નિમણૂક માટેની શરતો પૂર્ણ થાય તો Level-5નું ₹29,200થી ₹92,300નું પગારધોરણ લાગુ પડશે.
Food Safety Officerની પરીક્ષા કેટલા ગુણની હશે?
Food Safety Officerની પરીક્ષામાં કુલ 210 પ્રશ્નો અને 210 ગુણ હશે. Part-A 90 ગુણનો અને Part-B 120 ગુણનો રહેશે. બંને ભાગ માટે સંયુક્ત સમય 180 મિનિટનો આપવામાં આવશે.
Food Safety Officerની પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે?
હા. ખોટા જવાબ માટે પ્રશ્નને ફાળવેલા ગુણના 1/4 ગુણ કાપવામાં આવશે.
વધુ માહિતી માટે
જો આપને આ ભરતી વિશે કે અન્ય કોઈ ભરતી વિશે કોઈ સમસ્યા હોય કે અન્ય કોઈ સરકારી નોકરી વિષયક કોઈ જાણકારી મેળવવી હોય કે કોઈ ભરતીમાં ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો. આવી સરકારી ભરતીને લગતી અપડેટ મેળવવા માટે આપ અમારી Telegram ચેનલ અને Whatsapp ચેનલ જોઈન કરી શકો છો, જેની લીંક નીચે આપેલ છે.
Contact Us Telegram ચેનલ જોઈન કરવા માટે Whatsapp ચેનલ જોઈન કરવા માટે