અહીં આ લેખમાં ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ GSSSB Sanitary Inspector Syllabus 2026 વિશે વિગતે ગુજરાતીમાં માહિતી આપવામાં આવેલ છે. જો તમે Sanitary Inspector બનવા માટે તૈયારી કરી રહ્યા છો તો આ માહિતી આપના માટે ઉપયોગી છે.
Table of Contents
સેનેટરી ઇન્સ્પેક્ટર ભરતી 2026
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના તબીબી શિક્ષણ અને સંશોધન કચેરી માટે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ભરતી ૨૦૨૬ ની ખાલી કુલ 22 જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવેલ છે. જેની અરજી પ્રક્રિયાનું આયોજન 17th August 2026 થી 31st August 2026 દરમિયાન કરવામાં આવેલ છે. જેના વિષે વધારે વિગતો નીચે આપેલ લિંક પરથી જોઈ શકાશે.
GSSSB Sanitary Inspector Exam Pattern
GSSSB દ્વારા જાહેર કરેલ sanitary inspector ની ભરતીની પરીક્ષા માટેનો Syllabus અને Exam Pattern મુજબ સેનેટરી ઇન્સ્પેક્ટરની પસંદગી પ્રક્રિયામાં એક જ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. જેના વિશે વિગતવાર માહિતી નીચે મુજબ છે.
- આ પરિક્ષા કુલ 210 માર્કસની રહેશે.
- જે કુલ બે પાર્ટ Part-A અને Part-B માં વહેંચાયેલ હશે. જેમાં Part-A કુલ 90 માર્કસનો અને Part-B 120 માર્કસનો રહેશે.
- આ પરીક્ષા MCQ પ્રકારના પ્રશ્નો વાળી CBRT/OMR પધ્ધતિથી લેવામાં આવશે.
- પ્રશ્નપત્ર કુલ 210 પ્રશ્નો વાળું 210 માર્કસનું રહેશે એટલે કે દરેલ પ્રશ્નનો એક ગુણભાર રહેશે.
- Part-A અને Part-B બંને માટે સંયુક્ત એમ કુલ 180 મિનીટ (૩ કલાક) નો સમય મળશે.
- આ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી તેમજ English રહેશે. ભાષાને લગતા પ્રશ્નો જે તે ભાષામાં જ રહેશે.
Negative Marking
- આ પરીક્ષામાં Negative Marking સીસ્ટમ લાગુ પડશે. એટલે કે દરેક સાચા જવાબ દીઠ 1 માર્ક મળશે અને દરેક ખોટા જવાબ દીઠ 0.25 માર્ક બાદ કરવામાં આવશે.
SI Exam Pattern Overview :
| Part-A (90 Marks) | ||
| ક્રમ | વિષય | માર્ક્સ |
| 1 | રીઝનીંગ અને Data Interpretation | 30 |
| 2 | ગાણિતિક કસોટીઓ | 30 |
| 3 | બંધારણ, કરંટ અફેર્સ અને ગુજરાતી – English Comprehension | 30 |
| Total Marks | 90 | |
| Part-B (120 Marks) | ||
| 1 | સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો | 120 |
| Total Marks | 120 Marks | |
GSSSB SI Syllabus
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા Health Sanitary Inspector Syllabus ની અલગથી જાહેરાત કરેલ છે, જેમાં સમાવવામાં આવેલા વિષયો નીચે દર્શાવેલા છે. GSSSB દ્વારા જાહેર કરાયેલ આ SI Syllabus અન્ય ભરતી બોર્ડ દ્વારા લેવાનાર પરીક્ષાઓના Syllabus કરતા અલગ હોઈ શકે છે.
Minimum Qualifying Standard
GSSSB દ્વારા લેવાનાર Sanitary Inspector ની પરીક્ષામાં ઉમેદવારે પસંદગી મેળવવામાટે ઓછામાં ઓછાં બંને પાર્ટમાં 40% માર્ક્સ મેળવવા ફરજીયાત કરવામાં આવેલ છે.
GSSSB Sanitary Inspector Syllabus 2026 in Gujarati
ઉપર જણાવ્યા મુજબની Exam Pattern માટે મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ Sanitary Inspector Syllabus વિશે વિગતવાર માહિતી નીચે મુજબ છે. અહીં Part-A મા ક્યા કયા વિષય સમાવિષ્ટ છે, Part-B મા કયા કયા વિષય સમાવિષ્ટ છે તે તમામ વિગતો નીચે ગુણભાર સાથે દર્શાવેલ છે.
| Part-A | ||
| ક્રમ | વિષય | ગુણ |
| 1 | રીઝનીંગ અને Data Interpretation કોડિંગ-ડિકોડિંગ (Coding-Decoding) લોહીનો સંબંધ (Blood Relation) ઊંમર અને ઊંચાઇ સંબંધિત પ્રશ્નો (Age & Height) દિશા જ્ઞાન (Direction Knowledge) ઘડીયાળ અને કેલેન્ડર (Clock & Calendar) વેન ડાયાગ્રામ (Venn Diagram) ક્રમ અને સ્થાન (Rank & Position) સમાંતર શ્રેણી (Arithmetic Progression) ખૂટતી કડી/સંખ્યા શોધો (Missing Character) ચિત્ર આધારિત તાર્કિક પ્રશ્નો (Visual Reasoning) સંભાવના (Probability) માહિતીનું અર્થઘટન (Data Interpretation – Charts, Graphs, Tables) તાર્કિક અને ગાણિતિક વિશ્લેષણાત્મક ક્ષમતા (Logical Reasoning) | 30 |
| 2 | ગાણિતિક કસોટીઓ (Quantitative Aptitude) સંખ્યા પદ્ધતિ (Number System) લ.સા.અ. અને ગુ.સા.અ. (LCM & HCF) ટકાવારી અને ભાગીદારી (Percentage & Partnership) નફો-ખોટ (Profit & Loss) સાદુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ (Simple & Compound Interest) ગુણોત્તર અને પ્રમાણ (Ratio & Proportion) સમય, કાર્ય અને વેતન (Time & Work) સમય, ઝડપ અને અંતર (Time, Speed & Distance) મધ્યક, મધ્યસ્થ અને બહુલક (Average, Mean, Mode & Median) વર્ગ-વર્ગમૂળ, ઘન-ઘનમૂળ અને ઘાતાંક (Square, Cube & Exponents) ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળ (Area, Surface Area & Volume) યામભૂમિતિ અને ત્રિકોણમિતિ (Trigonometry & Coordinate Geometry) | 30 |
| 3 | ભારતનું બંધારણ (Constitution of India) બંધારણનું આમુખ (Preamble) રાજ્યશાસ્ત્રનો ખ્યાલ લોકશાહી, રાષ્ટ્રવાદ, બિનસાંપ્રદાયિકતા, હક અને નાગરિકતા ભારતીય બંધારણ : ઘડતર અને લક્ષણો મૂળભૂત હકો, ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો (Fundamental Rights & Duties) કેન્દ્ર અને રાજ્યકક્ષાએ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (Local Self-Government) ભારતમાં ચૂંટણીઓ અને લોકશાહી (Elections in India) ભારતમાં પક્ષપ્રથા વિકાસ, લોકશાહી અને ભારતીય લોકશાહી સામે પડકારો | 10 |
| 4 | વર્તમાન પ્રવાહો (Current Affairs) પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ (Regional, National & International Current Affairs) | 10 |
| 5 | ગદ્યસમીક્ષા (Comprehension) ગુજરાતી Comprehension (5 Marks) English Comprehension (5 Marks) | 10 |
| Part-B | ||
| ક્રમ | વિષય | ગુણ |
| 1 | પર્યાવરણીય સ્વચ્છતા (Environmental Sanitation) પાણી હવા માટી | 15 |
| 2 | સેનિટરી એન્જિનિયરિંગ (Sanitary Engineering) ઘન કચરાનો નિકાલ પ્રવાહી કચરાનો નિકાલ નાઈટ સોઇલ ડિસ્પોઝલ ગટરના પાણીનો નિકાલ દફન, સ્મશાન અને સામુહિક અકસ્માત નિકાલ ડિસ-ઈન્ફેક્શન અને સ્ટરિલાઈઝેશન બાયોમેડીકલ વેસ્ટની અન્ય સારવાર અને નિકાલની પદ્ધતિઓ | 10 |
| 3 | જાહેર આરોગ્ય કાયદો અને બાયો મેડીકલ વેસ્ટ-BMW (Public Health Legislation) ઇન્ડિયન એપીડેમિક ડીસીઝ એક્ટ બાયો મેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો 2016 હવા અને જળ પ્રદુષણ શુદ્ધિકરણ અધિનિયમો ખાદ્ય ભેળસેળ નિવારણ અધિનિયમ જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ PCPNDT એક્ટ સપ્રેશન ઓફ ઈમ્મોરલ ટ્રાફિક એક્ટ (SITA) POCSO એક્ટ મ્યુનીસીપલ અને સ્થાનિક સંસ્થાઓના આવાસ, સ્વચ્છતા વગેરે સંબંધિત અધિનિયમો ફેક્ટરી એક્ટ અને એમ્પ્લોયર સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ (COTPA) | 15 |
| 4 | એપ્લાઇડ પબ્લિક હેલ્થ (Applied Public Health) જૈવિક પર્યાવરણનું નિયંત્રણ આવાસ મેળા, તહેવારો અને કુદરતી આફતોમાં સ્વચ્છતાના પગલા સાર્વત્રિક / માનક સાવચેતીઓ | 10 |
| 5 | ખોરાક અને પોષણ (Food & Nutrition) પોષણ, આરોગ્ય અને રોગનો પરિચય પોષણ ઘટકોસંતુલિત આહાર ખોરાકની તૈયારી અને જાળવણી પોષણ પર સંસ્કૃતિક પરિબળો પોષણ અને તેના મહત્વનો પરિચય આહાર સર્વે ખોરાકની જાળવણી | 10 |
| 6 | ચેપી અને બિન-ચેપી રોગો (Communicable & Non-Communicable Diseases) ચેપી રોગો બિનચેપી રોગો ચેપી અને બિનચેપી રોગોના નિયંત્રણમાં સેનેટરી ઇન્સ્પેક્ટરની ભૂમિકા | 10 |
| 7 | વ્યક્તિગત સ્વચ્છતા (Personal Hygiene) આરોગ્ય અને સ્વચ્છતાને અસર કરતા પરિબળો આરોગ્યને લગતી આદતો અને વ્યવહાર, વ્યક્તિગત સ્વચ્છતાને અસર કરતા રીવાજો ત્વચા સંભાળ અને સ્વચ્છતા મુખની સ્વચ્છતા અને દાંતની સંભાળ હાથની સંભાળ, કસરતનું મહત્વ અને ખાદ્ય મુલ્યો શરીર આદતોની અને વસ્ત્રોની કાળજી વિશેષ સંવેદાગોની સંભાળ | 10 |
| 8 | એપિડેમ્યોલોજી અને હેલ્થ સ્ટેટ્સિટીક્સ (Epidemiology & Health Statistics) ઇન્સિડન્સ રેટ, પ્રિવિલન્સ રેટ, અને અન્ય મહત્વપૂર્ણ રોગ પરિમાણો સર્વેલન્સ હોસ્પિટલ પરફોર્મન્સ ઇન્ડિકેટર સ્ટેન્ટ્સિટીક્સ અને તેમની ઉપયોગીતા અને જાહેર આરોગ્ય સાથેનો સંબંધ મોરબીડિટી અને મૃત્યુ (મોર્ટાલિટી) દર ડેટાનું અર્થઘટન મોરબીડિટી અને મોર્ટાલિટી સ્ટેસિટીક્સ ડેટા ટેબ્યુલેશન અને ચાર્ટ સાથે ડેટાની રજૂઆત | 10 |
| 9 | પ્રિવેન્ટીવ હેલ્થ અને રાષ્ટ્રીય કાર્યક્રમો (National Health Programs) પ્રાજનનીક, માતૃ, નવજાત, બાળ અને કિશોર આરોગ્ય (RMNCAH) રાષ્ટ્રીય પોષણ કાર્યક્રમો ચેપી રોગોને લગતા કાર્યક્રમો બિન-ચેપી રોગોને લગતા કાર્યક્રમો | 10 |
| 10 | આરોગ્ય શિક્ષણ અને કોમ્યુનિકેશન સ્કિલ (Health Education) કોમ્યુનિકેશન માટેના અવરોધો સારા કોમ્યુનિકેટરની લાક્ષણિકતાઓ દર્દીને સંબોધન બોડી લેંગ્વેજ, મુદ્રા અને હાવભાવ સાંભળવાની અને બોલવાની કુશળતા મૌખિક અને બિન-મૌખિક સંચાર ક્ષતિગ્રસ્ત શ્રવણ/દ્રષ્ટિ/વાણી/સ્મરણશક્તિ ધરાવતા દર્દી સાથે યોગ્ય વાતચીત દર્દીના ગુસ્સા અથવા હતાશા સાથે યોગ્ય વ્યવહાર | 10 |
| 11 | વ્યવસાયિક આરોગ્ય (Occupational Health) ઔદ્યોગિક સ્વચ્છતા – કામદાર આરોગ્ય સુરક્ષા વ્યવસાયિક જોખમ પરિબળો અને સલામતીનાં પગલાં ધૂળ અને અન્ય જોખમી પદાર્થોનું નિયંત્રણ વ્યવસાયિક જોખમ પરિબળ માટે સલામતી માપદંડો કાયદાકીય જોગવાઈઓ કર્મચારીઓને મળવા પાત્ર લાભો સેનિટેશનમાં મ્યુનિસિપલ નિયમો અને નિયમનોનો સમાવેશ | 10 |
GSSSB Sanitary Inspector Syllabus ની PDF Download કરવા માટે અહીં ક્લિક કરો.
GSSSB Sanitary Inspector Syllabus PDF Downloadઅન્ય ધ્યાનમાં લેવા જેવી બાબતો :
- જો તમે Health Sanitary Inspector ની ભરતી માટે તૈયારી કરતા હોય તો આ ઉપર જણાવેલ Syllabus ને ધ્યાને લઇ તૈયારી કરશો. જેથી તમારી તૈયારી ને એક સાચી દિશા મળશે.
- આ જણાવેલ Syllabus મુજબના મુદ્દાઓ સાથે અન્ય સંબંધિત બાબતોનો અભ્યાસ કરી લેવો, જે સીધી કે આડકતરી રીતે મંડળ પરિક્ષામા પૂછી શકે છે.
- ખાસ તો સેનેટરી ઇન્સ્પેક્ટર ભરતી 2026 મા પસંદગી મેળવવામાં માત્ર એક જ પરિક્ષા પાસ કરવાની હોય Sanitary Inspector બનવા માટેની આ સારી તક કહેવાય.
ઉપયોગી Links
| GSSSB SI Recruitment 2026 Notification PDF | અહીં ક્લિક કરો |
| GSSSB Sanitary Inspector Syllabus PDF | અહીં ક્લિક કરો |
| GSSSB Website | અહીં ક્લિક કરો |
| Home | અહીં ક્લિક કરો |
| Syllabus Section | અહીં ક્લિક કરો |
| અમારી ટેલીગ્રામ ચેનલમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
| અમારી Whatsapp ચેનલમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
FAQ
સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે શું ?
સેનેટરી ઈન્સ્પેક્ટર (Sanitary Inspector) એ એક એવો અધિકૃત સરકારી કે સ્થાનિક સંસ્થાના અધિકારી છે જે જાહેર આરોગ્ય (Public Health) અને સ્વચ્છતાની જાળવણી માટેની જવાબદારી નિભાવે છે.
GSSSB Sanitary Inspector ની પરીક્ષા કુલ કેટલા ગુણની હોય છે ?
GSSSB દ્વારા લેવામાં આવતી Health Sanitary Inspector ની પરીક્ષા કુલ 210 માર્કસની હોય છે, જેમાં Part-A 90 માર્ક્સ અને Part-B 120 માર્કસનો હોય છે.
શું Sanitary Inspector ની પરીક્ષામાં નેગેટીવ માર્કિંગ છે ?
હા, આ Health Sanitary Inspector ની લેવાનાર પરીક્ષામાં દરેક ખોટા જવાબ દીઠ 0.25 માર્ક્સ બાદ કરવામાં આવશે.
શું GSSSB Sanitary Inspector ની પસંદગી માટે કોઈ Interview લેવામાં આવશે ?
ના, Sanitary Inspector ની પસંદગી પ્રક્રિયામાં માત્ર એક જાહેર પરીક્ષા લેવામાં આવશે, જેમાં ટોપના માર્ક્સ મેળવનારને અનામત જગ્યાઓ ધ્યાનમાં લઇ પસંદ કરવામાં આવશે.
Sanitary Inspector ની પરીક્ષામાં Minimum Qualifying Standard કેટલું છે ?
GSSSB દ્વારા લેવાનાર આ પરીક્ષામાં ઉમેદવારે પસંદગી મેળવવામાટે ઓછામાં ઓછાં બંને પાર્ટમાં 40% માર્ક્સ મેળવવા ફરજીયાત કરવામાં આવેલ છે.
For More Query / અન્ય કોઈ જાણકારી માટે
જો આપને આ સિલેબસને લગતી કે અન્ય કોઈ સરકારી ભારતીને લગતી કોઈ Query હોય તો આપ નીચે આપેલ “Contact Us” બટન પર ક્લિક કરી આપ અમારો સંપર્ક કરી શકો છો.
Contact Us