BMC MPHW Recruitment 2026 Notification: ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્વારા આરોગ્ય વિભાગ હેઠળ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સંવર્ગની પુરુષો માટે અર્બન મેલેરિયામાં ખાલી રહેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે BMC MPHW Recruitment 2026 જાહેર કરવામાં આવી છે. જેના વિશે વધારે માહિતી નીચેના લેખમાં આપવામાં આવેલ છે.
BMC Recruitment 2026
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જરૂરિયાત મુજબ ખાલી જગ્યાઓ ભરવા માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવે છે જેમાં 19 ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ કુલ ત્રણ ભરતીની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં Multi-Purpose Health Worker ભરતી વિશે માહિતી અહીં આપેલ છે.
MPHW
MPHW નું પૂરું નામ Multi-Purpose Health Worker છે. જે આરોગ્ય ક્ષેત્રે બહુહેતુક કામગીરી બજાવે છે, તેમજ આરોગ્ય લક્ષી સરકારી યોજનાઓના અમલીકરણની કામગીરી કરે છે. જેની ભરતી જરૂરિયાત મુજબ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તેમજ આની મહાનગરપાલિકાઓ દ્વારા પોતાના લાગુ પડતા કાર્યક્ષેત્રમાં કરવામાં આવે છે.
MPHW Recruitment 2026
ગુજરાત સરકારના અન્ય વિભાગોની જેમ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા MPHW ની ખાલી પડેલ કુલ 75 જેટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે, જેના માટે OJAS પોર્ટલ મારફતે તારીખ 20 ઓગસ્ટ 2026 થી લઇ 15 સપ્ટેમ્બર 2026 સુધી ઓનલાઈન અરજી મગાવવાનું જાહેર કરવામાં આવેલ છે.
Highlight : BMC MPHW Recruitment 2026
| ભરતી કરનાર સંસ્થા | BMC (ભાવનગર મહાનગરપાલિકા) |
| પોસ્ટનું નામ | MPHW (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર–પુરુષ) |
| Advt No. | BMC/202627/14 |
| કુલ જગ્યાઓ | 75 |
| અરજીનું માધ્યમ | માત્ર ઓનલાઈન (OJAS મારફતે) |
| અરજી કરવાનો સમયગાળો | 20 ઓગસ્ટ 2026 થી 15 સપ્ટેમ્બર 2026 |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 17 સપ્ટેમ્બર 2026 |
કેટેગરી મુજબ જગ્યાઓ (Category-wise Vacancies) : BMC MPHW Recruitment 2026
BMC દ્વારા જાહેર કરવામાં આવેલ પુરુષો માટેની Multi-purpose health worker ની જાહેરાતમાં દર્શાવવામાં આવેલ અનામત જગ્યાઓ વિશે માહિતી નીચે મુજબ છે.
| કેટેગરી | જગ્યાઓ |
| બિન અનામત (General) | 31 |
| આર્થિક રીતે પછાત વર્ગ (EWS) | 8 |
| અનુસૂચિત જાતિ (SC) | 5 |
| અનુસૂચિત જનજાતિ (ST) | 11 |
| સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) | 20 |
| કુલ (Total) | 75 |
-: NOTE :-
- આ જાહેરાત માત્ર પુરુષ ઉમેદવારો માટે જ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ છે, તેથી અહીં મહિલાઓ માટે કોઈ અનામત જગ્યાઓ દર્શાવવામાં આવેલ નથી.
- અહીં દર્શાવેલ કુલ જગ્યાઓ પૈકી 3 જગ્યાઓ જે તે લાગુ પડતી કેટેગરીમાં દિવ્યાંગો માટે અનામત રાખવામાં આવેલ છે.
- કુલ જગ્યાઓના 10% જેટલી જગ્યાઓ માજી સૈનિક (Ex.Army) ઉમેદવારો માટે અનામત રાખવામાં આવેલ છે.
Eligibility Criteria : BMC MPHW Recruitment 2026
નાગરિકતા (Citizenship):
અરજી કરતા સમયે નિયમોનુસાર ભારતીય નાગરિકતા ધરાવતા હોવા જોઈએ.
શૈક્ષણિક લાયકાત (Educational Qualification):
જો તમે અરજી કરવા ઈચ્છતા હોય તો તમે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
- અરજી કરતા સમયે સરકાર માન્ય સંસ્થામાંથી MPHW નો અથવા SI (સેનેટરી ઇન્સ્પેકટર) નો કોર્સ કર્યાનું પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈએ.
- સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ કમ્પ્યુટરના ઉપયોગ અંગેની સામાન્ય જાણકારી હોવી જોઈએ.
- ગુજરાતી અથવા હિન્દી કે બંને ભાષાની જાણકારી હોવી જોઈએ.
વય મર્યાદા (Age Limit) : BMC MPHW Recruitment 2026
અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 15 સપ્ટેમ્બર 2026 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ. ભાવનગર મહાનગરપાલિકા માં હાલ ફરજ બજાવતા કર્મચારીઓને ઉપલી વયમર્યાદાનો બાદ લાગુ પડશે નહીં. (મહત્તમ 58 વર્ષ સુધી)
આ સિવાય ઉંમર મર્યાદામાં મળવાપાત્ર છૂટછાટની વિગતો નીચે મુજબ છે.
| કેટેગરી | મળવા પાત્ર છૂટછાટ |
| અનામત વર્ગના પુરુષ ઉમેદવારો | 5 વર્ષ |
| સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારો | 5 વર્ષ |
| અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારો | 10 વર્ષ |
| માજી સૈનિક (Ex-Servicemen) | બજાવેલ ફરજ ઉપરાંત ત્રણ વર્ષ |
-: NOTE :-
ઉપર જણાવેલ છૂટછાટ મેળવતા ઉંમર 45 વર્ષ કરતા વધી જવી ન જોઈએ. એટલે કે કોઇપણ કેટેગરીના ઉમેદવાર 45 કરતા વધારે ઉમરનાં હોય તો અરજી કરી શકાશે નહિ.
પગાર ધોરણ (MPHW Salary) : BMC MPHW Recruitment 2026
Multi-Purpose Health Worker તરીકે પસંદગી પામનાર ઉમેદવારને નીચે મુજબ Salary મળવા પાત્ર થશે.
- પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિસ્ક રૂ. 26000/- પગાર મળશે.
- પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ સાતમાં પગારપંચ મુજબ પે-મેટ્રિક્સ લેવલ-2 (સ્કેલ રૂ. 19,900 – 63,200) માં નિયમિત નિમણુક આપવામાં આવશે.
અરજી ફી (Application Fees) : BMC MPHW Recruitment 2026
મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યા મુજબ જો આપ અરજી કરવા ઈચ્છો છો તો નીચે મુજબની ફી અને પોસ્ટલ ફી કોમ્પ્યુટરાઈઝ્ડ પોસ્ટ પોફીસમાં ચલણ મારફતે ભરવાની રહેશે. અને તેની કોપી મેળવવાની રહેશે.
| કેટેગરી | ભરવાની થતી ફી |
| બિન અનામત વર્ગ (General) | રૂ. 1000/- + પોસ્ટેજ ચાર્જ |
| અનામત વર્ગ (EWS, SC, ST, SEBC, દિવ્યાંગ, માજી સૈનિક) | રૂ. 500/- + પોસ્ટેજ ચાર્જ |
-: NOTE :-
- ફી માત્ર પોસ્ટ ઓફીસના માધ્યમથી જ સ્વીકારવામાં આવશે.
- ફી ભરવાની છેલ્લી તારીખ 17 સપ્ટેમ્બર 2026 છે. ત્યારબાદ ફી ભરી શકાશે નહી.
પસંદગી પ્રક્રિયા (Selection Process) : BMC MPHW Recruitment 2026
અન્ય બીજી ભરતી પ્રક્રિયાઓ કરતા આ ભરતીમાં મહાનગરપાલિકા દ્વારા ભરતીની પસંદગી પ્રક્રિયામાં થોડો બદલાવ કરેલ છે, જે અરજી કરતા પહેલા જાણી લેવો.
શોર્ટલિસ્ટીંગ:
નક્કી થયેલ MPHW અથવા સેનેટરી ઈન્સ્પેક્ટર ડિપ્લોમા જે લાગુ પડતો હોય તે કોર્સમાં મેળવેલા ટકાના આધારે પસંદગી સમિતિ દ્વારા નક્કી કરેલ કટ-ઓફ ટકાવારી મુજબ મેરીટ લિસ્ટ બનાવી ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
લેખિત / મૌખિક પરીક્ષા:
ઉપર જણાવ્યા મુજબ મેળવેલ ટકાના આધારે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને જ લેખિત પરીક્ષા અથવા મૌખિક કસોટી માટે કોલ લેટર ઈસ્યુ કરવામાં આવશે. અરજી કરનાર તમામ ઉમેદવારને પરિક્ષા આપવા મળશે એવું નથી.
આખરી મેરીટ:
ફાઈનલ મેરીટ લિસ્ટ મૂળભૂત લેખિત પરીક્ષા/મૌખિક કસોટીમાં મેળવેલ માર્ક્સના ૧૦૦% વેઈટેજ આધારે તૈયાર થશે. આ સિવાય જો માન્ય હોય તેવા રમતગમતના ગુણ અરજી સમયે દર્શાવેલ હશે તો મેળવેલ ગુણના 5% ઉમેરી આખરી મેરીટ બનાવવામાં આવશે. અને ટે મુજબ અનામત જગ્યાઓ ની જોગવાઈ ધ્યાને લઇ પસંદગી આપવામાં આવશે.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? (How to Apply Online) : BMC MPHW Recruitment 2026
MPHW Bharti 2026 માં અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો:
- સૌ પ્રથમ ojas.gujarat.gov.in પોર્ટલ ઓપન કરો.
- ત્યારબાદ “Online Application” સેક્શનમાં જઈ “Apply” પર ક્લિક કરો.
- ત્યારબાદ ખુલતા પેજમાં ડ્રોપડાઉનમાંથી BMC (Bhavnagar Municipal Corporation) પસંદ કરો.
- હવે જાહેરાત નંબર /BMC/202627/14 (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર) સામે “Apply Now” પર ક્લિક કરો.
- ત્યારબાદ જો તમારી પાસે OTR નંબર હોય તો ટે નાખવો અથવા “skip” બટન ઉપર ક્લિક કરી આગળ વધો.
- ત્યારબાદ ખુલતા Application Form માં તમારી સાચી Personal અને Educational વિગતો ભરો.
- ભરેલી માહિતી બરાબર ચેક કરી ફોર્મ સેવ કરો, એટલે તમને તમારો Application Number મળશે.
- ત્યારબાદ મળેલા Application Number ને આધારે “Upload Photo & Signature” માં જઈ ફોટો અને સહી અપલોડ કરો.
- ત્યારબાદ “Confirm Application” માં જઈ Application Preview ચકાસો અને ફોર્મ કન્ફર્મ કરો. કન્ફર્મ થતાં જ Confirmation Number મળશે જે સાચવી રાખવો.
- અરજી Confirm કરી તેની પ્રિન્ટ મેળવી લેવી અને પછી “Print Challan” પર ક્લિક કરી ચલણની પ્રિન્ટ કાઢી નજીકની પોસ્ટ ઓફિસમાં નિયત ફી ભરી દો.
- મેળવેલ અરજીની પ્રિન્ટ અને ભરેલ ફીની ચલણની પહોંચ બંને સાચવીને રાખવું.
ઉપયોગી લિંક્સ (Important Links)
| Apply Online | અહીં ક્લિક કરો |
| BMC Website | અહીં ક્લિક કરો |
| BMC MPHW Recruitment 2026 Notification | અહીં ક્લિક કરો |
| Home | અહીં ક્લિક કરો |
| Syllabus Section | અહીં ક્લિક કરો |
| Contact Us | અહીં ક્લિક કરો |
| Telegram ચેનલ જોઈન કરવા માટે | અહીં ક્લિક કરો |
| Whatsapp ચેનલ જોઈન કરવા માટે | અહીં ક્લિક કરો |
FAQ
BMC MPHW Bharti 2026 કેટલી જગ્યાઓ માટે બહાર પાડેલ છે ?
BMC MPHW Recruitment 2026 કુલ 75 જગ્યાઓ માટે બહાર પાડવામાં આવેલ છે.
BMC MPHW Recruitment 2026 માટે લાયકાત શું નક્કી કરવામાં આવેલ છે ?
MPHW અથવા સેનેટરી ઈન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ, કમ્પ્યુટરનું જ્ઞાન અને ગુજરાતી/હિન્દી ભાષાનું જ્ઞાન.
MPHW નું પૂરું નામ શું છે ?
MPHW નું પૂરું નામ Multi-Purpose Health Worker છે. જે આરોગ્ય ક્ષેત્રે બહુહેતુક કામગીરી બજાવે છે.
MPHW નો પગાર કેટલો હોય છે ?
અહીં BMC MPHW Recruitment 2026 ની જાહેરાતમાં દર્શાવ્યા અનુસાર પસંદગી પામનાર ગુજરાત સરકારના પ્રવતમાન નિયમો મુજબ પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ રૂ. 26000/- પગાર મળવા પાત્ર થશે.
For More Query
જો આપને આ ભરતી બાબતે અથવા અન્ય કોઈ સરકારી ભરતી સબંધિત જાણકારી મેળવવી હોય તો આપ નીચે આપેલ “Contact Us” બટન ઉપર ક્લિક કરી અમારો સંપર્ક કરી શકો છો.
Contact us