GSRTC Helper Recruitment 2026 : 2510 જગ્યાઓ માટે ભરતી, પગાર, લાયકાત, ઉંમર અને અરજી પ્રક્રિયા

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા Helper Recruitment 2026 માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. GSRTC દ્વારા હેલ્પરની કુલ 2,510 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

GSRTC Helper Bharti 2026

GSRTC Helper Bharti 2026 માટે ઓનલાઈન અરજી 7 સપ્ટેમ્બર 2026 થી 6 ઓક્ટોબર 2026 સુધી કરી શકાશે. અરજી કરવા માંગતા ઉમેદવારો OJAS Gujarat વેબસાઈટ પરથી અરજી કરી શકાશે. આ ભરતીમાં ITI લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મહત્વની તક છે. Helper Bharti 2026 વિશે વધારે વિગતે માહિતી નીચેના લેખમાં આપેલ છે.

Highlight – GSRTC Helper Recruitment 2026 Gujarati

વિગતમાહિતી
ભરતી કરનાર સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
પોસ્ટનું નામHelper
કુલ જગ્યાઓ2510
પગાર₹21,100 માસિક ફિક્સ પગાર
અરજી પ્રક્રિયાની તારીખ07-09-2026 થી 06-10-2026 સુધી
અરજી કરવાની રીતઓનલાઈન (Via OJAS)

-::Note::-

ઉપરોક્ત ભરતી માટે અરજી કરતા પહેલાં જાહેરાતમાં આપવામાં આવેલી તમામ માહિતી બરાબર વાંચીને પછી જ  માંગવામાં આવેલી અને લાગુ પડતી વ્યક્તિગત, શૈક્ષણિક અને અન્ય પ્રમાણપત્રોમાં દર્શાવેલી માહિતી મુજબ જ ઓનલાઈન ફોર્મ ભરવું. આગળ જતા પસંદગી પ્રક્રિયાના ભાગ રૂપે આ તમામ માહિતી પ્રમાણપત્રો સાથે રાખી ચકાસવામાં આવશે. જેથી પહેલા આ લેખ વાંચી લેવા સલાહ છે.

GSRTC Helper Vacancy 2026

GSRTC Helper Bharti 2026 હેઠળ હેલ્પર કક્ષાની કુલ 2,510 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. જાહેરાતમાં બિનઅનામત, EWS, SEBC, SC, ST તથા અન્ય કેટેગરી મુજબ જગ્યાઓની ફાળવણી દર્શાવવામાં આવી છે. જેના વિશે વિગતે માહિતી નીચે આપેલ છે.

ફાળવણીબિન અનામતEWSSEBCSCSTકુલ જગ્યાઓ
જનરલ6731754421142802510
મહિલા3308621756137
ઉપર દર્શાવેલ કુલ 2510 જગ્યાઓ પૈકી નીચે દર્શાવેલ જગ્યાઓ અનામત રહેશે
Ex. Army માટે502દિવ્યાંગ માટે52

ઉંમર મર્યાદા (Age Limit) : GSRTC Helper Bharti 2026

GSRTC હેલ્પર માટેની આ ભરતીમાં નિગમ દ્વારા ઉંમર મર્યાદા 18 થી 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. સાથે સાથે નીચે જણાવ્યા મુજબના અનામત ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થશે.

બિનઅનામત મહિલા40 વર્ષ
અનામત પુરુષ40 વર્ષ
અનામત મહિલા45 વર્ષ
માજી સૈનિક45 વર્ષ
દિવ્યાંગ45 વર્ષ

-:: NOTE::-

આ છૂટછાટ અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 06 ઓક્ટોબર 2026ના રોજની ઉંમરને ધ્યાનમાં લઇ નક્કી કરવામાં આવશે. તમામ કેટેગરીમાં લાગુ પડતી છૂટછાટ બાદ પણ મહત્તમ ઉંમર કોઈપણ સંજોગોમાં 45 વર્ષથી વધુ માન્ય રહેશે નહીં.

GSRTC Helper Salary 2026

GSRTC Helper Salary અંગે જાહેરાતમાં દર્શાવ્યા મુજબ પસંદગી પામનાર ઉમેદવારોને હેલ્પર કક્ષામાં પ્રથમ પાંચ વર્ષ માટે ₹21,100 પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે.

પ્રથમ પાંચ વર્ષની સેવા સંતોષકારક રીતે પૂર્ણ થયા બાદ ઉમેદવારને હેલ્પર કક્ષામાં GSRTC નિગમમાં તે સમયે અમલમાં રહેલા મૂળ પગાર મુજબ નિયમિત નિમણૂક આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત : GSRTC Helper Recruitment 2026

GSRTC Helper Bharti 2026 માટે ઉમેદવાર પાસે સરકાર માન્ય ITI સંસ્થામાંથી નીચે દર્શાવેલા ટ્રેડમાંથી ઓછામાં ઓછો એક ટ્રેડ પાસ કરેલો હોવો જરૂરી છે:

મિકેનિક મોટર વ્હીકલ, મિકેનિક ડીઝલ, જનરલ મિકેનિક, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, શીટ મેટલ વર્કર, ઓટોમોબાઇલ બોડી રિપેરર, વેલ્ડર, વેલ્ડર કમ ફેબ્રિકેટર, મશીનિસ્ટ, કારપેન્ટર, પેઇન્ટર જનરલ, ઓટોમોબાઇલ પેઇન્ટ રિપેરર

આ જણાવેલી લાયકાતમાંથી ઉમેદવારે ઓછામાં ઓછો એક કોર્સ પાસ કરેલો હોવો જરૂરી છે.

Apprenticeship ધરાવતા ઉમેદવારો માટે

ફોર્મ ભરતા સમયે જે કોર્સ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ હશે તે જ ટ્રેડમાં જો કોઈપણ જગ્યાએ Apprenticeship પૂર્ણ કરી NCVT નું પ્રમાણપત્ર તથા માર્કશીટ હશે તો તેને વધારાની શૈક્ષણિક લાયકાત તરીકે માન્ય ગણીને વધારાના માર્ક મળવા પાત્ર થશે. જે મેરીટ બનતા સમયે ધ્યાને લેવામાં આવશે.

જો કે Apprenticeship કરવી ફરજીયાત નથી, પરંતુ જો Apprenticeship કરેલ હોય તો તેના વધારે માર્ક્સ મળવા પાત્ર થશે. એટલે તેના વગર ઉપર જણાવેલ કોઈપણ માન્ય કોર્સ કરેલ હોય તો પણ અરજી કરી શકાશે.

પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ (Exam Pattern & Syllabus) : GSRTC Helper Recruitment 2026

GSRTC નિગમે જાહેરાતમાં દર્શાવ્યા મુજબ હેલ્પર કક્ષા માટે લેવાનાર પરીક્ષા કુલ 100 ગુણની MCQ પ્રકારની (OMR કે CBRT) રહેશે અને પરીક્ષા માટે 2 કલાકનો સમય આપવામાં આવશે. તેમજ વિષય મુજબ ગુણભાર નીચે મુજબ રહેશે.

વિષયફાળવેલ ગુણ
સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને ગુજરાતનું કરંટ અફેર્સ30
ગુજરાતી વ્યાકરણ5
અંગ્રેજી વ્યાકરણ5
કોમ્પ્યુટરના ઉપયોગ અને પાયાની જાણકારી10
Helper ની લાયકાતને લગતા પ્રશ્નો50
કુલ ગુણ100

પરીક્ષાનું લેવલ સામાન્ય રીતે ટેકનીકલ વિષય સિવાયના વિષયો માટે ધોરણ 10 ને સમકક્ષ રહેશે અને ગુજરાત સરકારની અન્ય ભરતીની પરીક્ષાની જેમ હેલ્પરની પરીક્ષામાં પણ ટેકનીકલ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા (Selection Process) : GSRTC Helper Recruitment 2026

GSRTC Helper Selection Process 2026 મુખ્યત્વે 100 ગુણની MCQ આધારિત પરીક્ષા અને Apprenticeshipના વેઈટેજને આધારે ફાઈનલ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. જેમાં નીચે મુજબ બંનેનું વેઇટેજ રહેશે.

તબક્કાની વિગતવેઇટેજ
100 માર્કસની MCQ ટેસ્ટ90%
માન્ય Apprenticeship10%
 100%

આ રીતે કુલ 100% વેઈટેજના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ મેરિટના આધારે દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારોને બોલાવવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી દરમિયાન ઓનલાઈન અરજીમાં દર્શાવેલ હશે તો ITI ટ્રેડનું Apprenticeship પ્રમાણપત્ર રજૂ કરનાર ઉમેદવારને જ 10 ગુણનું વેઈટેજ મળવાપાત્ર રહેશે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? (How to Apply Online) GSRTC Helper Recruitment 2026

GSRTC Helper Bharti 2026 માં અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો:

  • સૌ પ્રથમojas.gujarat.gov.in પોર્ટલ ઓપન કરો.
  •  ત્યારબાદ“Online Application” સેક્શનમાં જઈ “Apply” પર ક્લિક કરો.
  • ત્યારબાદ ખુલતા પેજમાં ડ્રોપડાઉનમાંથી GSRTC (Gujarat State Road Transport Corporation) પસંદ કરો.
  • હવે જાહેરાત નંબર GSRTC/202627/47 (હેલ્પર) સામે “Apply Now” પર ક્લિક કરો.
  • ત્યારબાદ જો તમારી પાસે OTR નંબર હોય તો તે નાખવો અથવા “skip” બટન ઉપર ક્લિક કરી આગળ વધો.
  • ત્યારબાદ ખુલતા Application Form માં તમારી સાચી Personal અને Educational વિગતો ભરો.
  • ભરેલી માહિતી બરાબર ચેક કરી ફોર્મ સેવ કરો, એટલે તમને તમારો Application Number મળશે.
  • ત્યારબાદ મળેલા Application Number ને આધારે “Upload Photo & Signature” માં જઈ ફોટો અને સહી અપલોડ કરો.
  • ત્યારબાદ“Confirm Application” માં જઈ Application Preview ચકાસો અને ફોર્મ કન્ફર્મ કરો. કન્ફર્મ થતાં જ Confirmation Number મળશે જે સાચવી રાખવો.
  • અરજી Confirm કરી તેની પ્રિન્ટ મેળવી લેવી અને પછી Online Payment of Fees પર ક્લિક કરી નિયત ફી ભરી દો.
  • મેળવેલ અરજીની પ્રિન્ટ અને ભરેલ ફીની પહોંચ બંને સાચવીને રાખવું.

અરજી ફી (Application Fees) : GSRTC Helper Recruitment 2026

GSRTC એ જાહેરાતમાં જણાવ્યા મુજબ ઓનલાઈન અરજી સાથે સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી ભરવાની રહેશે. જે ટે લાગુ પડતા વર્ગ માટેની ફીના ધોરણો નીચે દર્શાવેલ છે.

  • બિનઅનામત વર્ગના ઉમેદવારો માટે: ₹300 + GST
  • અનામત વર્ગના ઉમેદવારો માટે: ₹200 + GST

અહીં અનામત વર્ગમાં તમામ મહિલાઓ તેમજ તમામ SEBC, SC, ST, EWS, દિવ્યાંગ તથા માજી સૈનિક ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

-:: NOTE::-

જમા કરેલી સંયુક્ત પરીક્ષા પ્રોસેસ ફી Non-Refundable રહેશે.

GSRTC Helper Recruitment 2026

મહત્વની તારીખો (Important Date) : GSRTC Helper Recruitment 2026

ઓનલાઈન અરજી શરૂ07 સપ્ટેમ્બર 2026
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ06 ઓક્ટોબર 2026
ફી ભરવાની છેલ્લી તારીખ08 ઓક્ટોબર 2026

Important Links : GSRTC Helper Recruitment 2026

Apply Online (OJAS) અહીં ક્લિક કરો
GSRTC Website  અહીં ક્લિક કરો
GSRTC Helper Recruitment 2026 Notification PDF અહીં ક્લિક કરો 
Home  અહીં ક્લિક કરો
Contact Us  અહીં ક્લિક કરો
Telegram ચેનલ જોઈન કરવા માટે અહીં ક્લિક કરો 
Whatsapp ચેનલ જોઈન કરવા માટે  અહીં ક્લિક કરો

નિષ્કર્ષ (Conclusion)

GSRTC Helper Recruitment 2026 ITI પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની આ એક સારી એવી તક છે. જેમાં કુલ 2,510 જગ્યાઓ છે. તેમજ શરૂઆતમાં ₹21,100 ફિક્સ માસિક પગાર આપવામાં આવશે. આ ભરતી માટે વિવિધ માન્ય ITI ટ્રેડની લાયકાત અને 100 ગુણની MCQ આધારિત પરીક્ષા લેવામાં આવશે. જેના આધારે લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોએ અરજી કરવાની છેલ્લી તારીખની રાહ જોયા વગર જરૂરી પ્રમાણપત્રો તૈયાર કરી  OJAS પર અરજી કરતી વખતે તમામ વિગતો ખૂબ જ કાળજીપૂર્વક ભરવી જોઈએ. ખાસ કરીને ITI ટ્રેડ અને Apprenticeship સંબંધિત વિગતો સાચી રીતે દર્શાવવી મહત્વપૂર્ણ છે, કારણ કે Apprenticeshipને 10% વેઈટેજ આપવામાં આવ્યું છે.

FAQ

GSRTCનું પૂરું નામ શું છે ?

GSRTCનું પૂરું નામ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (Gujarat State Road Transport Corporation) છે.

GSRTC Helper Bharti 2026 માટે અનુભવ જરૂરી છે ?

ના, આવા અનુભવને લગતી કોઈ બાબત GSRTC દ્વારા જાહેરાતમાં દર્શાવેલ નથી. પરંતુ Apprenticeship કરેલ હશે તેવા ઉમેદવારોને વધારાના માર્ક્સ મળવા પાત્ર થશે.

GSRTC Helper નો પગાર કેટલો હોય છે ?

GSRTC હેલ્પરમાં પસંદગી મેળવનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ રૂ. 21,100/- પગાર તરીકે મળશે.

GSRTC Helper Recruitment 2026 માં ઉંમર મર્યાદા કેટલી છે ?

GSRTC Helper માટે ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ સામાન્ય રીતે નક્કી કરવામાં આવેલ છે, પરંતુ અનામત ઉમેદવારોને અમુક છૂટછાટ આપવામાં આવેલ છે.

For More Query

જો આપને આ GSRTC Helper Bharti 2026 ને લગતા કોઈ પ્રશ્નો હોય કે અન્ય કોઈ સરકારી ભરતી સંબંધિત પ્રશ્નો હોય તો આપ નીચે આપેલ “Contact Us” બટન ઉપર ક્લિક કરી આપ અમારો સંપર્ક કરી શકો છો. અમે આપને મદદરૂપ થવા હંમેશા તત્પર છીએ.

Contact Us

Leave a Comment