GSSSB CCE Call Letter 2026: કોલ લેટર Download Link, Exam Date અને સંપૂર્ણ માહિતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ફેબ્રુઆરી 2026 માં જાહેર કરેલ Advt No. 378/202526 માટે યોજાનારી વર્ગ-3 માટેની Combined Competitive Examination (CCE) Group-A અને Group-Bની પ્રાથમિક પરીક્ષાની તારીખ બાબતે જાહેરાત કરવામાં આવી છે. GSSSB દ્વારા અરજી કરેલ ઉમેદવારો માટે GSSSB CCE Call Letter 2026 ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના વિશે વધારે માહિતી નીચેના લેખમાં આપવામાં આવેલી છે.

GSSSB CCE Exam 2026

GSSSB દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સૂચના મુજબ 8 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે 9:00 વાગ્યાથી CCE માટે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. જે મુજબ CCEની પ્રિલીમ પરીક્ષા 16 સપ્ટેમ્બર 2026 થી 29 સપ્ટેમ્બર 2026 સુધી MCQ – CBRT (Computer Based Response Test) પદ્ધતિથી યોજાશે છે.

Overview : GSSSB CCE Call Letter 2026

વિગતોમાહિતી
ભરતી કરનાર સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
Exam NameCCE (Combined Competitive Examination) Class-3
Advt. No.378/202526
Call Letter Out Date8 સપ્ટેમ્બર 2026
પરીક્ષા પદ્ધતિMCQ – CBRT
Exam Date16 સપ્ટેમ્બર 2026 થી 29 સપ્ટેમ્બર 2026

GSSSB CCE Class-3 Recruitment 2026

મંડળ દ્વારા શરૂઆતમાં જાહેર કરેલ CCE ભરતીની જગ્યાઓની સંખ્યા અલગ હતી, જેમાં પછીથી સુધારા જાહેરાતો દ્વારા જગ્યાઓમાં વધારો કરી જાહેરાત ક્રમાંક 378/202526 હેઠળ કુલ 7,338 જગ્યાઓ માટે CCE ભરતી પ્રક્રિયા શરુ  છે, જે Group-A અને Group-Bની જગ્યાઓની સાથે જ પરિક્ષા લેવામાં આવશે. જેની મુખ્ય ભરતી જાહેરાતની PDF નીચે આપેલ બટન ઉપર ક્લિક કરી Download કરી શકાશે.

GSSSB CCE 2026 Notification PDF

How to Download : GSSSB CCE Call Letter 2026

GSSSB દ્વારા CCE ની પરિક્ષ માટેના Call Letter ની જાહેરાત સાથે જ Call Letter કઈ રીતે ડાઉનલોડ કરી શકાશે તેની માહિતી પણ સાથે જ આપેલ છે. જેમાં પહેલા આગાઉ પરીક્ષાનાં Call Letter OJAS વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ થતા હતા જયારે હવે અલગ રીતે ડાઉનલોડ થાય છે.

તમારો Call Letter ડાઉનલોડ કરવા માટે નીચેના સરળ Steps GSSSB CCE Call Letter 2026 અનુસરવાના રહેશે.

  • સૌપ્રથમ GSSSBના કોલ લેટર ડાઉનલોડ પોર્ટલ પર જાઓ. જેના માટે નીચે લિંક આપેલી છે.
  • હવે આ ખુલતા Login Page માં એક ફોર્મ ખુલશે, જેમાં Advertisement No. જેમાં 378 સિલેક્ટ કરો. પછી તમારો Confirmation Number અને પછી તમારી જન્મ તારીખ (Date of Birth) દાખલ કરો. ત્યારબાદ સ્ક્રીન પર દેખાતો Image Text / Captcha બરાબર ચેક કરી દાખલ કરો.
  • આટલી વિગતો ભરી Login બટન પર ક્લિક કરો.
  • Login થયા બાદ ઉપર Admit Card વિકલ્પ પર ક્લિક કરો.
  • એટલે તમારું Online Call Letter સ્ક્રીન પર દેખાશે.
  • ત્યારબાદ આ Call Letter ની પ્રિન્ટ મેળવી લેવી.

-:: NOTE::-

વિશેષ જણાવવાનું કે અરજી સમયે તમે જે વિગતો દર્શાવેલી હતી તે મુજબ દર્શાવેલ Date of Birth અને આખરી સબમિટ કરેલ અને ભરેલ ફી વાળી અરજીનો જ Confirmation Number નાખવાનો રહેશે. મંડળ દ્વારા રદ્દ કરેલ અરજીના Call Letter Download કરી શકાશે નહીં.

GSSSB CCE Call Letter Download

GSSSB CCE Exam Date 2026

જાહેરાત અનુસાર GSSSB CCE Group-A અને Group-Bની પ્રિલીમ પરીક્ષા 16 સપ્ટેમ્બર 2026થી 29 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાશે અને આ પરીક્ષા MCQ-CBRT એટલે કે Computer Based Response Test પદ્ધતિથી લેવામાં આવશે.

અહીં વિશેષ જણાવવાનું કે તમારા Call Letter મા જણાવેલ વિગતો બરાબર ચેક કરી લેવી, તેમાં જણાવેલી તારીખ અને Reporting Time મુજબ જ તમારા નિયત કરેલા સ્થળે પહોંચી શકાય તેવું આયોજન કરી લેવું. નક્કી થયેલા પછી કોઈ પણ સંજોગોમાં પ્રવેશ આપવામાં નહિ આવે.

-:: NOTE ::-

આ વખતે મંડળ દ્વારા એક સારી પહેલ કરવામાં આવેલ છે કે પરીક્ષા કેન્દ્રનાં સ્થળના Google Map ની લિંક પણ Call Letter માં સાથે જ આપવામાં આવેલ છે. જેથી પરીક્ષાનું સ્થળ શોધવામાં કોઈ મુશ્કેલી ના રહે.

GSSSB CCE Exam Pattern 2026

GSSSB CCE Call Letter 2026 : Biometric Verification

GSSSB દ્વારા જાહેરાતમાં જણાવ્યા અનુસાર આ વખતે પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોનું Biometric Verification કરવામાં આવશે. જેથી આપણ Call Letter મા જણાવેલ Reporting Time પહેલા હાજર થઇ જવું. જેની નિયત સમય મર્યાદામાં તમે તમારું Biometric Verification સફળતાપૂર્વક અને સમયસર કરાવી શકો.

Biometric Verification માટે આપની પાસે Call Letter માં સૂચનાઓમાં જણાવ્યા અનુસારના ઓળખ માટેના માન્ય પુરાવાઓમાંથી કોઈ એક અને આપનો Call Letter સાથે રાખીને પરીક્ષાનાં કેન્દ્ર ખાતે હાજર રહેવું. જો તમારું Biometric Verification નહીં થયેલ હોય તો તમારી પરીક્ષા માન્ય ગણવામાં નહિ આવે.

GSSSB CCE Call Letter 2026 : Negative Marking System

અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની જેમ આ CCE વર્ગ-3ની પ્રિલીમ પરીક્ષામાં પણ Negative Marking System લાગુ કરવામાં આવી છે. મંડળ દ્વારા જાહેરાતમાં જણાવ્યા અનુસાર CCE Class-3 ની લેવાનાર આ MCQ – CBRT પ્રકારની પરીક્ષામાં દરેક પ્રશ્ન માટે ચાર વિકલ્પ આપવામાં આવશે અને ઉમેદવારે તેમાંથી યોગ્ય જવાબ પસંદ કરવાનો રહેશે.

દરેક સાચા જવાબ દીઠ એક માર્ક આપવામાં આવશે તેમજ જો  ખોટો જવાબ પસંદ કરવામાં આવે તો 0.25 માર્ક્સ Negative Marking તરીકે કાપવામાં આવશે. જેથી જવાબ પસંદ કરવામાં સાવચેતી દાખવવી જોઈએ.

GSSSB CCE Call Letter 2026 : Normalization વિશે

GSSSB દ્વારા લેવાનાર આ CCE Class-3 માટેની પરીક્ષા અલગ-અલગ દિવસો અથવા એક કરતા વધારે શિફ્ટમાં યોજાવાની હોવાથી ગુણની સરખામણી માટે Normalization કરવાની જાહેરાત કરેલ છે જેની લિંક નીચે આપેલ છે. જે મુજબ આ પરીક્ષામાં Equi-percentile Method દ્વારા Normalization કરવામાં આવશે. જેથી ઉમેદવારનાં Raw Mark કરતા Normalization બાદનાં માર્ક અલગ હોઈ શકે છે.

Normalization પદ્ધતિ વિશે

Rejected Applicatiuions : GSSSB CCE Class-3 Recruitment 2026

GSSSB દ્વારા કુલ 76710 જેટલી અરજીઓ વિવિધ કારણોસર રદ્દ કરવામાં આવેલ છે, જેમાં નિયત કરવામાં આવેલ અરજી ફી ભરેલ ન હોય તેમજ એક કરતા વધારે અરજી કરેલ હોય તેવી અરજીઓ રદ્દ કરેલ છે. Reject કરેલ અરજીઓની યાદી નીચે આપેલ લીંક પરથી જોઈ શકાશે. જો તમારો Call Letter Download ન થતો હોય તો આ રદ્દ કરેલ અરજીઓની યાદી ચકાસી લેવી જોઈએ, જેમાં અરજી રદ્દ કરવાનું કરણ પણ જણાવેલ છે. રદ્દ કરેલ અરજીઓની યાદી જોવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.

Rejected Applications PDF : GSSSB CCE 2026

ઉમેદવારો માટે ખાસ સૂચના : GSSSB CCE Exam 2026

CCE પરીક્ષા હવે નજીક આવી રહી હોવાથી છેલ્લી ઘડીએ કોલ લેટર Download કરવાનું ટાળવું. કોલ લેટર અગાઉથી Download કરીને તેની Printout કાઢી રાખવી અને પરીક્ષા કેન્દ્રનું Location પણ અગાઉથી ચકાસી લેવું.

આ સિવાય જો તમારા Call Letter મા કોઈ ભૂલ જણાય તો મંડળના Helpline Number 079-23258916 પર સંપર્ક કરી પુરાવાઓ રજુ કરી અગાઉ જ સુધારો કરાવવાની કાર્યવાહી કરી લેવી.

CCEની તૈયારી માટે હવે Revision, Current Affairs, Reasoning, Maths, Gujarati અને English જેવા વિષયોની નિયમિત તૈયારી સાથે Mock Test અને Previous Year Questionsનો અભ્યાસ પણ ખૂબ ઉપયોગી બની શકે છે.

GSSSB CCE Exam Syllabus 2026

GSSSB CCE Call Letter 2026

GSSSB CCE Call Letter 2026 – Important Links

GSSSB Websiteઅહીં ક્લિક કરો 
CCE Call Letter Download Linkઅહીં ક્લિક કરો
CCE Call Letter Download PDFઅહીં ક્લિક કરો
Homeઅહીં ક્લિક કરો
Contact Usઅહીં ક્લિક કરો
CCE Syllabus 2026અહીં ક્લિક કરો
Join Telegram Channelઅહીં ક્લિક કરો 
Join Whatsapp Channelઅહીં ક્લિક કરો

FAQ – GSSSB CCE Call Letter 2026

GSSSB CCE Preliminary Exam ક્યારે લેવાશે ?

GSSSB CCE 2026 ની પ્રિલીમ પરીક્ષા 16 સપ્ટેમ્બર 2026થી 29 સપ્ટેમ્બર 2026 દરમિયાન લેવામાં આવશે છે.

GSSSB CCE પરીક્ષા કઈ પદ્ધતિથી લેવાશે?

GSSSB CCE ની પરીક્ષા MCQ – CBRT (Computer Based Response Test) પદ્ધતિથી લેવામાં આવશે.

CCE પરીક્ષામાં Negative Marking છે?

હા. દરેક ખોટા જવાબ દીઠ 0.25 માર્ક્સ Negative Marking તરીકે કાપવામાં આવશે.

GSSSB CCE ની પરીક્ષામાં Biometric Verification થશે ?

હા. GSSSB દ્વારા પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોનું Biometric Verification કરવામાં આવશે. જેના માટે ઓળખના માન્ય પુરાવાઓ પૈકી કોઈ એક સાથે રાખવો ફરજીયાત રહેશે.

CCE Call Letter Download કરવા શું જરૂરી છે?

GSSSB CCE ની પ્રિલિમિનરી પરીક્ષાનાં કોલ લેટર Download કરવા માટે Confirmation Number અને Date of Birth જરૂરી છે.

For more Query

જો આપને આ CCE ની ભરતી બાબતે કે અન્ય કોઈ સરકારી નોકરી સંબંધિત કોઈ સમસ્યા કે આ CCE ના Call Letter Download કરવા બાબતે કોઈ સમસ્યા હોય તો આપ નીચે આપેલ “Contact Us” બટન ઉપર ક્લિક કરી આપ અમારો સંપર્ક કરી શકો છો. અમે આપને મદદ કરવા હંમેશા તત્પર છીએ.

Contact Us

Leave a Comment